• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : સૈયદ અજીઝાબીબી મુકીમશા તે અજીમશાના માતા, મહેબુબશાના સાસુ, રાયમા નૂરમામદ મીઠુ, રાયમા અલીમામદ મીઠુ, રાયમા ઓસમાણ મીઠુના બહેન, સુલતાના, રજાક, અકબર, મુસ્તફાના ફઈ તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જૂની બકાલી કોલોની, પેટીના કારખાના પાછળ, ભુજ ખાતે.

ભુજ : ઘાંચી શરીફાબેન દાઉદ (ઉ.વ. 65) તે મ. દાઉદ જુસબના પત્ની, ફારુકના માતા, કાસમ જુસબ, મ. ઇબ્રાહિમ, ઓસમાણ મામદના ભાભી, અબ્દુલ કરીમ, અબ્દુલ મજીદ, ઉમર કાસમ, હનીફ, રજાક, ઇસ્માઇલ, અબ્દુલ સલામ, યાકુબ, ઇશાક, મુસ્તાકના કાકી, મ. હનીફ આમદ તથા રસીદના મામી, ઇબ્રાહિમ હુશેનના બહેન તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 1, 2, 3-10-2024 મંગળ, બુધ, ગુરુ (ત્રણ દિવસ) સવારે 9થી 12, સાંજે 4થી 6 નિવાસસ્થાન ઘાંચી ફળિયા, ભુજ ખાતે.

ભુજ : લંઘા હાજી અલીમામદ યાકુબ ધાફરાની (નિવૃત્ત સર્વેયર) (નોબત વાદક) (ઉ.વ. 95) તે હાજી અલ્તાફ (નિવૃત્ત, પાણી પુરવઠા), હનીફ (પાણી પુરવઠા), ફરીદા હાજી ફકીરમહંમદ શેખ, વહિદા કાસમ સોરઠિયા, શમીમ હાજી ઈસ્માઈલ લાડકાના પિતા, મ. આમદ યાકુબ ધાફરાનીના મોટા ભાઈ, મહંમદ ગફાર, મહંમદ ગની, હાસમના કાકાઇ ભાઈ, મ. ઈકબાલ, આરીફના મોટાબાપા, મ. અલીમામદ આધમ આજાબ (બેરાજા)ના જમાઇ, નઇમ (ઉબેદ મેડિકલ), નફીશ (ડીજે)ના દાદા, આશિફ, ફઝલ, સાદિક, નદીમ, સોયમ, મંજૂરના નાના, મ. તલત તારવાણીના મામા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-10-2024ના સવારે 10થી 11 નિવાસસ્થાન વાથાણવાડી, પાટવાડી નાકા બહાર, બકાલી મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ખાવડાના દયારામ નારાણજી તન્ના (ઉ.વ. 88) તે યશોદાબેનના પતિ, સ્વ. ઉમરબેન નારાણજી તન્નાના પુત્ર. સ્વ. દેવકરણ/ સ્વ. તુલસીદાસ કરમશીના જમાઈ, વિજયા અને નરેશના પિતા, વર્ષાબેન તથા દિલીપભાઈના સસરા, આકાશ અને શિવમના દાદા, દીપેશ અને ઊર્મિના નાના, સ્વ. હેમરાજ, સ્વ. શિવજીભાઈ, સ્વ. ત્રિકમજી, સ્વ. આણંદજી, સ્વ. વિશ્રામ, સ્વ. પરમાબેન, સ્વ. શંભુલાલના ભાઈ, ધીરજ, પ્રભુલાલ, જગદીશ, મહિપાલ, પ્રવીણ, હસમુખના કાકા, ચાંપશીભાઈ, પાર્વતીબેન, લક્ષ્મીબેન, મંગળાબેન, જ્યોતિબેન, લતાબેનના બનેવી તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-10-2024ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ રોહા-સુમરી (તા. નખત્રાણા)ના મણિબેન ખીમજી સચદે (ઉ.વ. 104) તે સ્વ. દેવકાબેન, સ્વ. માવજી મેઘજી કકડ (રતડિયા)ના પુત્રી, સ્વ. ખીમજી વેલજીના પત્ની, સાકરબેન કરમશી સોમૈયાના ભાભી, સ્વ. કાન્તિલાલ ખીમજી, હરીશ ખીમજી, કલાવંતીબેન માવજી કતિરા, સ્વ. કુસુમબેન દેવદાસભાઇ દાવડા, લીનાબેન નરેન્દ્ર ઠક્કરના માતા, સ્વ. ડો. શાન્તિલાલ કરમશી સોમૈયા, લીલાબેન માધવજી કોટક, સાવિત્રીબેન હરિરામ દૈયા, દિવ્યાબેન ચંદ્રસિંહ મિરાણી, ભારતીબેન વસંતભાઇ ઠક્કર, સ્વ. જાનકીબેન બુધિદાનભાઇ ઠક્કર, નીરુબેન કુલીન મસ્કાઇ, પ્રતિમાબેન પ્રવીણભાઇ ઠક્કરના મામી, સ્વ. આશાબેન કાન્તિલાલ, દક્ષાબેન હરીશભાઇ, સ્વ. માધવજી પ્રેમજી કતિરા, સ્વ. દેવદાસભાઇ જેઠાનંદ દાવડા, નરેન્દ્ર શામજી કારિયાના સાસુ, મિતેન કાન્તિલાલ, મીતાબેન સુનીલભાઇ ચંદન, હિરેનભાઇ હરીશભાઇ, કપિલ કાન્તિલાલ, મમતાબેન રાજેશભાઇ અનમ, ભાવિનીબેન મનીષભાઇ ઠક્કર, અમિત હરીશભાઇ સચદેના દાદી, શીતલબેન મિતેનભાઇ, સુનીલભાઇ હરિરામભાઇ ચંદન, વિશાખાબેન કપિલ, રાજેશભાઇ વિઠુભાઇ અનમ, મનીષભાઇ વસંતભાઇ ઠક્કર, ભાવિકાબેન અમિતના દાદીસાસુ, પ્રકાશભાઇ માધવજીભાઇ કતિરા, અમિતાબેન કેતનભાઇ શ્રીમાનકર, નીલેશભાઇ દેવદાસભાઇ દાવડા, રૂપેશભાઇ માધવજી કતિરા, રાજેશભાઇ દેવદાસભાઇ દાવડા, ચારૂબેન હેમલભાઇ શાહ, જતિનભાઇ નરેન્દ્રભાઇ કારિયા, અવનીબેન અમરભાઇ પટેલના નાની, સાગર મિતેન, રિદ્ધિ મિતેન, કશિશ કપિલભાઇ, પ્રાપ્તિબેન હિરેનભાઇ, રિયાન કપિલભાઇ, વિવાન અમિત, માયરાબેન હિરેનભાઇ સચદેના પરદાદી, કૃપાલી સાગરના પરદાદી સાસુ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-10-2024ના સાંજે 5થી 6 ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, ઓસિયા માર્ટ સામે, રોટરી સર્કલ પાસે, રવીન્દ્રનાથ ટાગોર રોડ, ગાંધીધામ ખાતે.

માંડવી : મૂળ ફતેહગઢના દોશી સુરેશભાઈ વનેચંદ ન્યાલચંદ (ઉ.વ. 72) તે સ્મિતાબેન (વિમળાબેન)ના પતિ, સ્વ. વનિતાબેન વનેચંદ દોશીના પુત્ર, નિર્મલ, પરીનના પિતા, નિર્મળાબેન શાંતિલાલ મોરબિયા, સ્વ. ગિરીશભાઈ, જિતેન્દ્રના મોટાભાઈ,  પ્રીતિ અને નેહાના સસરા, આયુષ, યાચી, ધ્યાન, પ્રિશાના દાદા, ગં.સ્વ. ગીતાબેન (મધુબેન), ચંદ્રિકાબેનના જેઠ, સ્વ. નાગજીભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. મહાદેવભાઈ, સ્વ. ભીમજીભાઈના ભત્રીજા, જિજ્ઞા, સ્વેતા, સેજલ, દીપ, લબ્ધિના મોટા કાકા, ચેતન, અજિત, પ્રતીક, પારસ, જૈમીનના મામા, સ્વ. શાંતાબેન પરસોત્તમ સેજપાર શેઠના જમાઈ, સ્વ. મોહનલાલ,  લક્ષ્મીબેન, નીલાવંતીબેન, અમૂલખભાઈ, ધીરજલાલ, ભોગીલાલ, મનસુખલાલ, ચંદ્રિકાબેન, રમણીકલાલના બનેવી, કાવ્ય, તત્ત્વ, ખુશ, પ્રિહાન, કવીશ, આન્યાના નાના, ભાગ્ય, પ્રિશાના મોટા મામા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-24ના ગુરુવારે સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

મુંદરા : સાટી હાજી આદમ કાસમ (ગાદલાવાળા) (ઉ.વ. 72) તે સલીમ, રફીકના પિતા, સાટી હાજી દાઉદ કાસમ (દયાપર), સાટી મ. ઇશા, સાટી અબ્બાસ (નલિયા)ના ભાઇ, અનવર (નલિયા), હનીફ (નરેડી)ના સસરા, ફારુક, મોહમદ હુશેન, ઇર્શાદ, શાબીર, અનવરના મોટાબાપા, સાટી હાજી સિધિક, અબ્ધ્રેમાન, ઇબ્રાહિમ (નલિયા), હુશેન (પાનધ્રો)ના પિતરાઇ ભાઇ, શેફ અને સરફરાઝના દાદા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 11થી 12 શાહ મુરાદ બુખારી દરગાહ, મુંદરા ખાતે.

ભચાઉ : જનકબા કીર્તાસિંહ જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. કીર્તાસિંહ ઉદયાસિંહ જાડેજાના પત્ની, સ્વ. શૈલેન્દ્રાસિંહ, રાજદીપાસિંહ તથા નિર્મળાસિંહના માતા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું મોમાઈ માતાજી મંદિર, દરબારગઢ ખાતે. ઉત્તરક્રિયા તા. 10-10-2024ના ગુરુવારે ભચાઉ ખાતે.

ભારાસર (તા. ભુજ) : નોતિયાર હવાબાઈ ઈબ્રાહિમ જુસબ (ઉ.વ. 102) તે નૂરમામદ, હાજી હુશેન, રમજાન, મ. હાજી યુસુફ તથા યાકુબના માતા, મ. અબ્દુલ્લા મામદ (ઝારા), મ. ઈસ્માઈલ મુબારક (મા.મઢ)ના સાસુ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન તળાવની બાજુમાં, ભારાસર ખાતે.

કુંદનપર-કેરા (તા. ભુજ) : દેવજી પ્રેમજી હીરાણી (ઉ.વ. 80) તે ધનબાઈના પતિ, વિશ્રામ દેવજી હીરાણી, લાલજીભાઈ દેવજી હીરાણી, કેસરબાઈ કાનજી વેકરિયા, રાધાબાઈ જગદીશ વેકરિયા, રામબાઈ અરજણ વેકરિયા, વિજયાબાઈ ધનજી કારા, જસુબાઈ પ્રવીણ કબરિયાના પિતા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-10-2024ના બુધવારે સવારે ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કુંદનપર ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : લક્ષ્મીબેન વાલજીભાઇ માકાણી (ઉ.વ. 100) તે સ્વ. વાલજીભાઇ ખેતાભાઇ માકાણી (માજી સરપંચ)ના પત્ની, સ્વ. જેન્તીભાઇ, પ્રવીણભાઇ, શાન્તાબેન (હાથડવા કંપા), અમ્રતબેન (કુકમા), સવિતાબેન (થરાવડા)ના માતા, ગં.સ્વ. અમ્રતબેન જેન્તીભાઇ, ઇન્દિરાબેન પ્રવીણભાઇ, ઇશ્વરભાઇ ભોજાણી, કાંતિભાઇ દડગા, વિનોદભાઇ ભગતના સાસુ, સ્વ. રવજીભાઇ જીવરાજભાઇ વેલાણી (માનકૂવા)ના બહેન, ચેતનાબેન (નાશિક), વર્ષાબેન (અમદાવાદ), જાગૃતિબેન (ગાંધીનગર), ક્રિષ્નાબેન (રાજસ્થાન-નાણા), દૃષ્ટિ, કિરણભાઇ, મયૂરભાઇના દાદી, શીતલબેન કિરનભાઇ, મિત્તલબેનના દાદીસાસુ, રિયાંશ તથા હેતાંતના પરદાદી તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને કોટડા (આ.) ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ગગડા રજાક અલીમામદ (ઉ.વ. 33) તે મ. અલીમામદ ભચુના પુત્ર, મ. રમજુના ભત્રીજા, યાકુબના નાના ભાઇ, રમજુભાઇ ચગલ (સાપેડા)ના જમાઇ, મ. નાશીરખાન પઠાણ અને અબ્દુલખાન કાદર મામદ પલેજાના સાળા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-10-2024ના મંગળવારે સવારે 10થી 11 માનકૂવા સદુરાઇ વિસ્તાર, જમાતખાના મધ્યે.

માથક (તા. અંજાર) : ગં.સ્વ. મણિબેન સેવારામ કાપડી (ઉ.વ. 85) તે સ્વ. સેવારામ માવજી કાપડીના પત્ની, કાપડી બાબુલાલ, સેવક મંજુબેન જગદીશ (વરલી), કાપડી સાકરબેન નારણદાસ (બિટાવલાડિયા), સાધુ શાન્તિબેન અનિલદાસ (નાગલપર), સાધુ મધુબેન મુકેશદાસ (ગળપાદર શાંતિધામ)ના માતા, કાપડી હંસાબેન બાબુલાલ, કાપડી નાનુબેન ધનજીના સાસુ, કાપડી નૂતનબેન તુષાર (અંજાર), કાપડી આશિષ બાબુલાલ, કાપડી હિતેન બાબુલાલના દાદી, ધનજી લાલજી, પાર્વતીબેન લાલજી (માથક), મણિબેન લાલજી (અંજાર)ના કાકી, સામજી કુંવરજી (ફરાદી), બબીબેન નાગજી (લોડાઈ), જીવીબેન ભવાનજી (મોરજર), રતનબેન હરિરામ (બિટાવલાડિયા)ના કાકાઈ ભાભી, સ્વ. સેવારામ શામજી કાપડી (સુમરાસર)ના પુત્રી, હરિરામ સેવારામ, સ્વ. રતનજી સેવારામ, નરાસિંહરામ સેવારામના  બહેન તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન માથક ખાતે.

નવી દુધઇ (તા. અંજાર) : લક્ષ્મીબેન ગુંસાઇ (ઉ.વ. 94) તે સ્વ. ચેનગર હરિગરના પત્ની, ધીરજગર, ગોપાલગર, વિશ્રામગર, ક્રિષ્નાબેન, સ્વ. ગીતાબેનના માતા, મંજુલાબેન, હંસાબેન, દક્ષાબેન, સ્વ. દયાલગર શંકરગર (ભીમાસર), જિતેન્દ્રગર કરશનગર (વરસામેડી)ના સાસુ, દેવગર રાઘવગર (જાંબુડી), ભગવાનગર રાઘવગર (બાનિયારી), દાનગર રાઘવગર (અંજાર), માધવગર રાઘવગર (જાંબુડી)ના બહેન, સ્વ. ગુલાબગર ભાણગર, સ્વ. કુંવરગર નેનગર, સ્વ. મૂલગર આણંદગર (અંજાર)ના ભાભી, સ્વ. બુધગર ભગવાનગર (નાડાપા)ના ફઇ, જગદીશગર, દીપકગર, જયેશગર, કુણાલગર, ઉજવલગર, કસ્તૂરબેન દિનેશગર (સુખપર), ભાવનાબેન રાજેશગર (માધાપર), ઉર્વીબેન ભાવેશગર, રશ્મિબેન દીપેશભારથી (ગુંદાલા), ગોપીબેન વિશાલગર (ધમડકા), નંદનીબેન હેમાંશુગર (માધાપર)ના દાદી, કિરણબેન, કલ્પનાબેન, ભાવિકાબેન, છાયાબેનના દાદીસાસુ તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી ખાતે.

તલવાણા (તા. માંડવી) : મૂળ રાજસ્થાનના સોમાભાઇ રૂપાજી લુહાર (સોમપુરા) (ઉ.વ. 72) તે સવિતાબેનના પતિ, ધર્માભાઇ, લલિતભાઇ, સ્વ. મીઠીબેન, મથરાબેન, શારદાબેનના ભાઇ, મમતાબેન, વીણાબેન, સ્વ. પ્રવીણાબેનના પિતા, સુરેશભાઇ, ગણેશજીના સસરા તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-10-2024ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન સોમાભાઇની વાડી, તલવાણા ખાતે.

બાંભણાઇ (તા. માંડવી) : જાડેજા કાનજી ગગુજી તે જાડેજા વખુભા ગગુજી, જીલુભા ગગુજી, ભગવાનજી ગગુજી, દીપસંગજી ગગુજીના ભાઇ, વિજયસિંહ, દિલીપસિંહના પિતા, વિજયરાજજી સોઢા, વિક્રમસિંહ રાઠોડ, ભીખુભા સોઢાના મામા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું બાંભડાઇ ખાતે.

તલાવાણા (તા. માંડવી) : હાલા સાલેમામદ ફકીરમામદ (ઉ.વ. 65) તે મ. મુબારક અને મોં. શરીફના મોટા ભાઈ, મો. સિધિક તથા હાજીના પિતા, તુર્ક ઈરફાનના સસરા, નજીર, હનીફ, નદીમ, રમજાનના મોટાબાપુ, હુસેન, નૂરમામદના મામા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 10થી 11 હજરત સૈયદ રુકનુદીન શાહ દાતારના કમ્પાઉન્ડ, તલવાણા ખાતે.

બાયઠ (તા. માંડવી) : કાતિયાર હાજી કરીમ ઇબ્રાહિમ તે મ. હાજી અલીમામદ, મ. અધ્રેમાન, શામામદ, ઇસ્માઇલના ભાઇ તા 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે બાયઠ જમાતખાના ખાતે.

રામગઢ-લફરા (તા. મુંદરા) : પ્રેમજીભાઇ રાજાભાઇ દેવરિયા (ઉ.વ. 50) તે પ્રેમિલાબેનના પતિ, તારા, દિવ્યા, અલ્પા, ભાવેશના પિતા, સ્વ. ખીમઇબાઇ રાજાભાઇ દેવરિયાના પુત્ર, સ્વ. પરમાબેન, સ્વ. પાલાભાઇ, નાનજીભાઇ, બુદ્ધાભાઇ, નાગશીભાઇ, કરશનભાઇ, લખીબેન, પુનશીભાઇ, નરેશભાઇના ભાઇ તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. બારમું (ઘડાઢોળ) તા. 2, 3-10-2024ના નિવાસસ્થાને લફરા-રામગઢ ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : કાંતિલાલ કાનજી સાવલા (ઉ.વ. 74) તે દેવકાબેન કાનજી પદમશીના પુત્ર, હેમલતાબેનના પતિ, રોહિત, મનીષ, નીતેશના પિતા, કવિતા, ગીતા, અવનીના સસરા, કોમલ (સાડાઉ), ચિંતન, વિહાન, ધૈર્યના દાદા, ચિંતન, વિનોદના દાદાસસરા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. સંપર્ક સૂત્ર : 98225 19319.

કોટડા-જ. (તા. નખત્રાણા) : લુહાર મીઠુ હુશેન (ઉ.વ. 78) તે મ. જાફર હુશેન, મ. હાજી ખમીશા હુશેન, આમદ હુશેનના ભાઇ, દાઉદ, સુમાર, કરીમના પિતા, આદમ હાજી ખમીશા, ઇશા હાજી ખમીશા, જાકબ જાફરના કાકા, સદામ, રેહાન, અકીલ, કબીરના દાદા, અબ્બાસ રહીમ (રતડિયા), નૂરમામદ હાજી ફકીરમામદ (મથલ), રમજાન કાદર (ભુજ)ના સસરા, ખમીશા ઓસમાણ, સુલેમાન ઓસમાણ (દેશલપર-ગું.)ના બનેવી તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-10-2024ના સવારે 10થી 11 નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

બિટ્ટા (તા. અબડાસા) : ઠા. કિશોરભાઈ (ઉ.વ. 69) તે સ્વ. ઠા. ગોદાવરી કાનજી ખેરાજ (મહિધર)ના પુત્ર, ગ.સ્વ. ધીરજબાળાના પતિ, સ્વ. મોહનલાલ મકનજી મજેઠિયા (અંજાર)ના જમાઈ, હિતેષ તથા કલ્પેશના પિતા, નિધિબેનના સસરા, સ્વ. પ્રભાશંકર (કરછમિત્ર એજન્ટ), સ્વ. બુધિયાભાઈ, સ્વ. જમનાદાસ, સ્વ. ત્રિકમદાસ, લહેરીભાઈ (કોટડા), સ્વ. સાવિત્રીબેન પઠાઈ (મુલુંડ), સ્વ. લક્ષ્મીબેન હંસરાજ રાયમગ્યા (મોથાળા), સ્વ. શાન્તાબેન બેચરલાલ (નરેડી)ના ભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈ, કેતનભાઈ (અંજાર)ના બનેવી તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2024ના બુધવારે 5થી 6 લોહાણા મહાજનવાડી, બિટ્ટા ખાતે.

બાંડિયા (તા. અબડાસા) : અલ્પાબેન રાજેશ રાજગોર (ઉ.વ. 36) તે જયાબેન જયંતીલાલના પુત્રવધૂ, ધનગૌરી, ગૌરીશંકરના પુત્રી, સ્વ. માવજી વેલજી, રામજી વેલજી, શંભુલાલ વેલજી, દેવજી દયારામ, કલ્પનાબેન શરદકુમાર, સ્વ. કાન્તાબેન વિશનજી (લઠેડી), સ્વ. રતનબેન, ગં.સ્વ. મુલબાઇના ભત્રીજી, ગં.સ્વ. સાવિત્રીબેન સુનીલ (ભુજ)ના દોહિત્રી, અશ્વિન રતિલાલ (ગાંધીધામ), ભાવેશ શાન્તિલાલ (માંડવી)ના ભાણેજી, ચેતન, નીલેશ, રાકેશ, પીયૂષ, હેતલબેન હિરેન (નારાણપર), પ્રિયાબેન જયેશ (ગુંદિયાળી), દક્ષાબેન સાગર (ભુજ)ના બહેન, સ્વ. જ્યોતિ, નીલમ, અસ્મિતાના નણંદ, સંદીપ, વિધિ, સિદ્ધિ કેવલ, જીલ હેનીલના ફઇ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 4-10-2024ના શુક્રવારે બપોરે 3થી 5 જૈન મહાજનવાડી, બાંડિયા ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : ખેતશી વાલાભાઈ ગઢવી (જામોતર) (ઉં.વ. 80)  તે દેવલબેન મંગલ સિંધિયા (કોટાયા)નાં પિતા, સ્વ કાકુભાઈ, સ્વ. હરિભાઈ, સ્વ. જીવરાજના કાકાઈ ભાઈ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 9-10-2024ના બુધવારે.

થાણા (મુંબઇ) : મૂળ તુણા (તા. અંજાર)ના ડો. લાલજી માવજી શેઠિયા (ઉ.વ. 82) તે સ્વ. પાર્વતીબેન માવજી શેઠિયાના પુત્ર, સ્વ. ઉષાબેન અને વિજયાના પતિ, પ્રશાંત, દીપલના પિતા, સ્વ. શિવલાલ, લક્ષ્મીકાંતના ભાઇ, પારૂલ અને જગદીશભાઇના સસરા, જયેશ, મિતેષ, ભાવિક, જતિન, રેણુ, પ્રતિમાના કાકા તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-10-2024ના મંગળવારે સાંજે 4.30થી 6 લોટસ હોલ, બીજા માળે, ટીપટોપ પ્લાઝા, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ ચેકનાકા પાસે, થાણા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang