ભુજ : હીનાબેન રાજેન્દ્ર ઠક્કર (લોખંડવાલા) તે રાજેન્દ્ર લાલજીભાઇ
લોખંડવાલાના પત્ની, સ્વ. લીલાવંતીબેન લાલજીભાઇ લોખંડવાલાના પુત્રવધૂ, પ્રેમિલાબેન વિશનજી
રામજી ઠક્કર (સોનેતા) (ડી.એસ.પી. કચેરી-ભુજ)ના પુત્રી, નિશાંત તથા ધ્વનિબેન હેમલ ગાંધીના
માતા, હેમાલીબેન નિશાંત તથા હેમલ અરવિંદ ગાંધીના સાસુ, યશવંતભાઇ તથા મહેન્દ્રભાઇના
નાના ભાઇના પત્ની, સ્વ. ભારતીબેન યશવંતભાઇ તથા ભારતીબેન મહેન્દ્રભાઇના દેરાણી, દિવ્યાબેન
(જિલ્લા તિજોરી ઓફિસ-ભુજ) તથા સચિનભાઇ (સચિન સ્ટેશનર્સ)ના મોટા બહેન, સ્વ. કલ્પેશ
(સાંઇ લેબો.), જેલમબેન, સ્વ. રોનક, પુનિતભાઇના કાકી, પંકિતાબેન, ભાવનાબેન, મિત્તલબેનના
કાકાસાસુ, રાશિ, દિત્યા, સોહમ, આર્નવ, યશવીરના દાદી તા. 28-9-2024ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે સાંજે 5થી 6 નવી લોહાણા મહાજનવાડી,
રૂખાણા હોલ, પ્રથમ માળે, ભુજ ખાતે.
ભુજ : મૂળ ગળપાદર (જરિયાવાળા)ના
દિનેશભાઇ તલકશી વોરા (બી.સી.સી.બી.) (ઉ.વ. 75) તે ભારતીબેનના પતિ, સ્વ. અનુસૂયાબેન
તલકશીભાઇ વોરાના પુત્ર, સ્વ. સૂરજબેન ખુશાલભાઇ શાહના જમાઇ, બિંદી, વૈભવી (ગુડી)ના પિતા,
પ્રતિક મહેશભાઇ સંઘવી (અંજાર)ના સસરા, પર્વના નાના, સ્વ. રેખાબેન, વિનોદભાઇ, રીટાબેન,
રિતેશભાઇ, સ્વ. અમીષભાઇના ભાઇ, નીતાબેન, સ્વ. તરુણાબેન, ગં.સ્વ. નિપાબેનના જેઠ, ભૂપેનભાઇ
મહેતા, ભૂપેનભાઇ શાહના સાળા, જયસિંહભાઇ, મધુબેન, સુમિતાબેનના બનેવી, સ્વ. અનિલભાઇ શાહ,
ઉમેદભાઇ વોરાના સાઢુભાઇ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 1-10-2024ના મંગળવારે સાંજે 5થી 6 ડોસાભાઇ ધર્મશાળા, પહેલા માળે, (એ.સી. હોલ),
ભુજ ખાતે.
ભુજ/બાગ : રાજગોર દેવકાબાઇ ભવાનજી પેથાણી (રસોઇયા) (ઉ.વ.
86) તે ભવાનજી નારાણજીના પત્ની, શાંતાબેન, મહેશ, નીલેશના માતા, સરલા, ચેતના, શંભુલાલ
(મસ્કા)ના સાસુ, ચિંતન, અમિત, વિકાસ, જીલ, જીમી, મિતેશ, જિગર, દીપેન, ફાલ્ગુની, હીનાના
દાદી, સ્વ. કેશરબાઇ ગંગુ હંસરાજ (બાગ)ના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન વિરજીના નાના ભાઇના
પત્ની, સ્વ. વિમળાબેન શંકરજી, ગં.સ્વ. ભાનુબેન શંકરજીના જેઠાણી, સ્વ. નાનબાઇ (ભુજ),
બચુબાઇ (ખેડોઇ), સ્વ. મણિબાઇ (ભુજ), સ્વ. કમળાબેન (ભુજપુર), સ્વ. સેજબાઇ (ભુજ), સ્વ.
મમીબાઇ (કાંદિવલી)ના ભાભી, બાબુલાલ, કમલેશ, નીતિન, રાજેશ, દિવાળીબેન, જશુબેન, કોકિલાબેન,
નયના, ચંદ્રિકાબેનના કાકી, બિજલ, લીના, પ્રકાશના દાદીસાસુ, ભાવના, ગીતા, રાહુલ, નિખિલના
નાની, કરશનજી, કલ્યાણજી, હરિરામ, લક્ષ્મીબેન, ઝવેરબેન, ગંગાબેનના બહેન, સ્વ. રાધાબાઈ,
ગં.સ્વ. ચંચળબેન, ભગવતીબેનના નણંદ, શૈલેશ, સ્વ. દિનેશ, સુનીલ, અંકિત, નવીનના ફઈ તા.
29-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-10-2024ના મંગળવારે સાંજે 4.30થી
6 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા, ભુજ ખાતે તથા માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા
તા. 1-10-2024ના મંગળવારે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
ગાંધીધામ : ગૌતમદાસ જેઠાનંદજી કેલા (ઉ.વ. 73) તે કોકિલાબેનના
પતિ, કૃષ્ણકાન્ત જેઠાનંદજી કેલા, કાંતિલાલ જેઠાનંદજી કેલાના ભાઇ, દીપક કેલા, ગૌરવ કેલા,
અમિત કેલા, કિરણબેન પ્રેમભાઇ લાલવાણી (અમદાવાદ)ના પિતા, વ્યાન, ગ્યાન, ફલકના દાદા,
ગૂંજનના નાના તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે
સાંજે 5.30થી 6 ઝૂલેલાલ મંદિર, શક્તિનગર, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : નાનબાઈ નથુભાઈ વિસરિયા (ઉ.વ. પપ) તે નથુભાઈ જુમાભાઈ
વિસરિયાના પત્ની, વિસનજીભાઈ, અર્જુનભાઈ, લાખાભાઈ, વાલબાઈ કાનજી ફફલ (રતનાલ)ના ભાભી,
કન્નર કાંતાબેન ભરતભાઈ (કિડાણા), કટુઆ આશાબેન નારણભાઈ (બિદડા), સુમારભાઈ, રમેશભાઈના
માતા તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઈ ગઈ છે. બેસણું ખરાવાડ, સિનુગ્રા ખાતે.
ગાંધીધામ : ગં.સ્વ. કવિતાબેન નંદલાલ પાટણિયા તે વ્રજલાલ મોરારજી
પાટણિયાના પુત્રવધૂ, સ્વ. નંદલાલ વ્રજલાલના પત્ની, હિરેન પાટણિયા, દીપ્તિબેન મેહુલકુમાર
માંડલિયાના માતા, સલોનીબેન હિરેનભાઇ પાટણિયા, મેહુલકુમાર રજનીકાંતભાઇ માંડલિયાના સાસુ,
માહિરાના દાદી, દર્શિલ અને ભાગ્યેશના નાની, રમાબેન, નવનીતભાઇ, રાજેશભાઇના ભાભી, ગં.સ્વ.
નીલમબેન પ્રવીણચંદ્રના દેરાણી, સ્વ. ગીતાબેન, લીનાબેનના જેઠાણી, ભાવેશભાઇ, મહેશભાઇ,
જિજ્ઞેશભાઇ, આદિત્યભાઇ, ડોલીના કાકી, હિના ભાવેશ પાટણિયાના કાકીસાસુ, દિશા, શ્રુતિ,
પારસ, ધ્રુવ, જાશ, કેશવના નાના દાદી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના
સવારે 10.30થી 11.30 કલ્યાણીજી બાપા સોની સમાજની વાડી, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ મંજલના હાલે મુંબઇ કાનજીભા રાયશીભા ભોજાણી (ગઢવી)
(ઉ.વ. 74) તે સ્વ. પુનીબેનના પતિ, નિશાબેન, રાહુલભાઇ, પ્રશાંતભાઇના પિતા, પ્રશાંતભાઇ,
ધારાબેન, દક્ષાબેનના સસરા, ગંગાબેન, જસરાજભાઇ, સ્વ. ધનજીભાઇ, પ્રભુદાસભાઇ, બલદેવભાઇના
ભાઇ, વંશિકા અને નિધાનના દાદા મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
1-10-2024ના સાંજે 5થી 6 સોનલધામ, ઓસી-2, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ ખાવડાના ઠા. ઓધવજી મૂળજી કક્કડ (ઉ.વ. 78) તે નાયાબેનના
પતિ, સ્વ. સમાબેન, મૂળજીભાઇના પુત્ર, સ્વ. ગોપણીબેન, સ્વ. નેણશીભાઇના જમાઇ, હસમુખભાઇ,
પરેશભાઇ, હસ્તાબેન, હેતલબેનના પિતા, સુનીલકુમાર, રાજેશકુમાર, ભારતીબેન, રિંકલબેનના
સસરા, સ્વ. ગોવિંદજીભાઇ, સ્વ. છગનલાલ, સ્વ. શંભુલાલ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. જેળાબેન,
પરસોત્તમભાઇ, સ્વ. કલાબેન, રતનશીભાઇના ભાઇ, સ્વ. મૂલાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ભાનુબેન,
રંજનબેન, હિનાબેન, સંતોકબેન, રશ્મિબેન, સ્વ. દીપાબેનના બનેવી, સુરેશભાઇ, ભગવાનજીભાઇ,
નીતેશભાઇ, કમલેશભાઇ, કીર્તિભાઇ, વિશાલભાઇ, પંકજભાઇ, રસીલાબેન, ગીતાબેન, મધુબેન, લચ્છુબેન,
જિજ્ઞાબેન, સોનાબેન, ઉષાબેનના કાકા, લક્ષ્મીબેન, જશોદાબેન, તુલસીભાઇ, નારણભાઇના મામા,
ગોદાવરીબેનના દિયર, જશોદાબેન, શાંતાબેન, પાર્વતીબેનના જેઠ, હીરાલાલ, શામજીભાઇ, દયારામભાઇ,
ઘનશ્યામભાઇ, હિંમતભાઇ, રાજેશભાઇ, અરવિંદભાઇ, રાજેશભાઇના સાઢુ, સંજુલ, પ્રાચી, ક્રિશ,
ખુશીલ, મનાલીના દાદા, કિશન, ભાવિન, સંજય, અમિષા, સ્મૃતિ, શ્લોકના નાના તા.
28-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે સાંજે 5થી 6 મૈત્રી
સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે.
અંજાર : મહેશકુમાર બેચરદાસ ઠક્કર (ઉ.વ. 66) તે સ્વ. પુષ્પાબેન
બેચરદાસ રતનશી ઠક્કરના પુત્ર, લક્ષ્મીબેન (મીતાબેન)ના પતિ, મિતેષ (એડવોકેટ), દીપક
(આઇ.ટી. પોઇન્ટ 4 યુ), હિનાબેન રાજેન્દ્રકુમારના પિતા, લીનાબેન, ચાંદનીબેન, રાજેન્દ્રકુમાર
દિલીપભાઇ રાજલના સસરા, ભરતભાઇ, દીપેશભાઇ (જલારામ ઇલેક્ટ્રિકલ્સ), નીતાબેન દયારામ સચદે
(મુંબઇ), ગીતાબેન દિલીપભાઇ ભીંડે (ભુજ), રીનાબેન હિતેષકુમાર પુજારા (માધાપર)ના ભાઇ,
કલ્પનાબેનના જેઠ, પ્રત્યુષ, કિયાન, સ્મિતના દાદા, મહેકના મોટાબાપા, વીરાના નાના, સ્વ.
હરિલાલ રામજી રાચ્છ (ભુજ)ના જમાઇ, સ્વ. ઇશ્વરભાઇ, પ્રવીણભાઇ, નરેન્દ્રભાઇ, હરેશભાઇના
બનેવી, સ્વ. વિશનજી ગોપાલજી ચંદે (રાપર)ના ભાણેજ, ટીના, રાહુલ, ભાવિકા, પ્રથમના મામા
તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સોમવારે
સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.
અંજાર : સુરંગી સકીનાબેન હાજી (ઉ.વ. 81) તે સુરંગી મામદભાઇ
(બોડી કેબિનવાળા), હાસમ, ઇબ્રાહિમ, ઓસમાણ, રજાક, હુશેન, મ. અનવરના માતા, થેબા આદમ નૂરમામદના
બહેન તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ રવિવાર, સોમવાર, મંગળવાર સુધી
નિવાસસ્થાને હોથી ફળિયા, અંજાર ખાતે.
નાગોર (તા. ભુજ) : કાના પૂંજા ચાડ (ઉ.વ. 72) તે ધૂનીબેનના પતિ,
સ્વ. પૂંજા તેજા ચાડના પુત્ર, સ્વ. ગોપાલ પૂંજા ચાડ, આલા પૂંજા, સામજી પૂંજા, વાલા
પૂંજા, હીરા પૂંજા ચાડના ભાઇ, રમેશભાઇ, રાહુલભાઇ, રમીલાબેન, કંકુબેન, ભાવનાબેન, રાધાબેન,
ગીતાબેન, રશ્મિબેનના પિતા, પરીબેનના દાદા તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
દહીંસરા (તા. ભુજ) : મૂળ બાઉખાના સુમરા હાસમ મામદ (ઉ.વ. 60)
તે દાઉદના પિતા, અલીમામદ, ઉમરના કાકા, હાજીજાફર (પલીવાડ), કાસમ સુલેમાન, ઓસમાણ સુલેમાનના
બનેવી, અલીમામદ હારુન, ઉમર હારુનના કાકા, સુમરા હનીફ હાજી જાફરના સસરા, સુમરા જુસબ
ઇશબના મામા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-10-2024ના મંગળવારે
સવારે 10થી 11 નિવાસસ્થાને વેસુભેટની બાજુમાં, દહીંસરા ખાતે.
બિટાવલાડિયા (તા. અંજાર) : રાણીબેન ડાંગર (ઉ.વ. 50) તે રાધુભાઇ
રાજાભાઇ ડાંગર (ડાયરેક્ટર, એ.પી.એમ.સી-અંજાર)ના પત્ની, દેવદેબેન રાજાભાઇ ડાંગરના પુત્રવધૂ,
કાંતિલાલ રાજાભાઇ ડાંગરના ભાભી, લખીબેનના જેઠાણી, જિજ્ઞેશભાઇ, રીંકુબેન રમેશભાઇ બવા
(અંતરજાળ), રેખાબેન રાજેશભાઇ વિરડા (બિટા વલાડિયા), કોમલબેન મોહિતભાઇ બકુત્રા (આંબાપર),
રસિલાબેનના માતા, ગીતાબેન જિજ્ઞેશભાઈ ડાંગર, રમેશભાઇ બવા, રાજેશભાઇ વીરડા, મોહિતભાઇ
બકુત્રાના સાસુ, વૈદિક, વ્યોમ, પ્રિશાના નાની તા. 27-9-2024ના બદ્રીનાથ મધ્યે અવસાન
પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન બિટા વલાડિયા, ઉગમણા વાસ, તા. અંજાર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : હાલે મુંબઈ પ્રભુરામ જીવરામભાઈ ગણાત્રા
(ઉ.વ. 80) તે મંગળાબેનના પતિ, સ્વ. જીવરામ શિવજી ગણાત્રાના પુત્ર, દિનેશભાઇ, હરેશભાઇ,
મંજુલાબેન, સ્વ. વિમળાબેન, મધુરીબેન, રંજનબેન, પૂર્ણિમાબેનના ભાઈ, વિજય, અસ્મિતાબેન
(સોલાપુર), કલ્પનાબેન ઉર્ફે ક્રિના (મુંબઈ)ના પિતા, રેખાબેન, અજયભાઈ, જયેશભાઇના સસરા,
ગાયત્રી તથા રાજના મોટાબાપા, દર્શન તથા ખુશીના દાદા, જય, પ્રતીક, ઝીલ, માસુમના નાના,
સ્વ. કુંવરજી નારાણજી પંડિતપોત્રા (દરશડી)ના મોટા જમાઈ સોલાપુર મધ્યે અવસાન પામ્યા
છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-10-2024ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર,
સંતોષ સોસાયટી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દુર્ગાપુર (તા. માંડવી) : લોધરા જુબેદાબાઇ?અનવર (ઉ.વ. 75) તે
દાઉદના માતા, હાજી, સતારના દાદી તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
1-10-2024 મંગળવારે સવારે 10થી 11 દુર્ગાપુર જમાતખાનામાં.
બાડા (તા. માંડવી) : મૂળ મસ્કાના અલ્પા રાજેશ મોતા (ઉ.વ.
35) તે રાજેશના પત્ની, જયાબેન જયંતીલાલના પુત્રવધૂ, છાયા હસમુખ માકાણી, સ્વ. જ્યોતિ
ચેતન નાકરના ભાભી, ધનબાઇ ગવરીશંકર નાકર (બાંડિયા)ના પુત્રી, ચેતન તથા નીલેશના બહેન,
પ્રિયા, અનન્યા, સંદીપ, વિધિ, સિદ્ધિના મામી તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 1-10-2024ના મંગળવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન હાલાઇ ફળિયા, બાડા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : હાલે મુંબઇના અ.સૌ. ગોસ્વામી પ્રભાબેન
(ઉ.વ. 68) તે સ્વ. મીઠાબેન રતનભારથીના પુત્રવધૂ, કરશનભારથીના પત્ની, સ્વ. હીરાભારથી
તથા સ્વ. શંભુભારથીના ભત્રીજાવહુ, સ્વ. રેવાબેન, સ્વ. પાર્વતીબેન, દમયંતીબેન, મણિબેન,
શારદાબેનના ભાભી, વિનોદ, લહેરી, સુલોચના, દક્ષાના માતા, પ્રફુલ્લગિરિ તથા લવેશગિરિના
સાસુ, આર્યનના દાદી, રોહિત અને દેવ્યાંશીના નાની, ગોસ્વામી સ્વ. કેશરબેન પરસોત્તમવન
(મંગવાણા)ના પુત્રી, વેલવન, મુલવન, પ્રતાપવન, વિનોદવન, વિમળાબેન, દમયંતીબેન, રમીલાબેન,
ચંદ્રિકાબેનના બહેન તા. 28-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
3-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.
(બૈરાઓને રડવાનું બંધ છે.)
ગઢશીશા (તા. માંડવી) : રાયમા કાસમ (ઉ.વ. 48) (ગઢશીશા ગ્રામ પંચાયત
સદસ્ય) તે મ. અબુબખર મોહમ્મદના પુત્ર, રઝાકના ભાઈ, મ. આદમ, હાજી રહેમતુલ્લાહ (મુંબઈ),
હાજી ઉમર, મ. ઈબ્રાહિમ (ભુજ), હારુનભાઈ (ટાયર પંક્ચરવાળા)ના ભત્રીજા, મામદ જકરિયા,
અબ્દુલ હાસમ, રમજુ ઇસ્માઇલના કાકાઈ ભત્રીજા, ઈબ્રાહિમ આધમના સાળા, રાકીબના મામા તા.
29-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 10થી 11
હાજીહાસમશા દરગાહ પ્રાંગણ, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.
રતાડિયા (તા. મુંદરા) : હરજીભાઈ નાયાભાઈ બુચિયા (ઉ.વ. 58) તે
રાણબાઈ નાયાભાઈ બુચિયાના પુત્ર, કેશરબાઈના પતિ, ગાંગજીભાઈ, વીરબાઈ, લક્ષ્મીબાઈના ભાઈ,
મંજુલાબેન, જગદીશ, દિનેશના પિતા, દક્ષાબેન, પૂર્વીબેનના સસરા, કમલેશ, આરતીબેનના મોટાબાપા
તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 1-10-2024ના અને તા.
2-10-2024ના રતાડિયા, તા. મુંદરા ખાતે. તા. 1-10-2024ના મંગળવારે આગરી અને તા.
2-10-2024ના બુધવારે સવારે 8 વાગ્યે પાણી.
મોટી ભુજપુર (તા. મુંદરા) : દેવલબાઇ પેથાભાઇ પાતારિયા (ઉ.વ.
54) તે સ્વ. કોરશી રાયમલ, લખુ, આતુના પુત્રવધૂ, ડાયાના ભાભી, ગુંદિયાળીના બિજલ અને
પુનશી વેલજી માતંગના બહેન તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તથા પાણી તા.
30-9-2024ના નિવાસસ્થાન ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : નરસિંહ દેવજી રૂડાણી (ઉ.વ. 80)
તે મણિબેનના પતિ, સ્વ. દેવજી કાનજીના પુત્ર, સ્વ. નારણભાઇ, શંકરભાઇ, સ્વ. સોમજીભાઇના
ભાઇ, જગદીશભાઇ, લીલાબેન દિનેશ પટેલ (ઓડ), સરલાબેન બાબુલાલ (મહાડ), સ્વ. પ્રકાશભાઇના
પિતા, મુક્તાબેન, જયાબેનના સસરા, નિકુંજભાઇ (કણકવલી), ગૂંજન (રત્નાગિરિ), વિશાલ, દીપેશ,
પ્રગતિના દાદા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને, પ્રાર્થનાસભા તા.
1-10-2024ના મંગળવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી,
દેવપર (યક્ષ) ખાતે.
રામપર (સરવા) (તા. નખત્રાણા) : જેઠાભાઇ હીરાભાઇ બળિયા (ઉ.વ.
65)?તે ભાણબાઇ અને હીરાભાઇ સુમારભાઇના પુત્ર, રાણબાઇના પતિ, કરમશીભાઇ હીરાભાઇ, મગનલાલ,
હરિલાલ, નાનબાઇ જખુભાઇ (દેવપર), દેમાબેન હરજી (કોઠારા), લીલાબેન કરશનભાઇ?(વિરાણી),
નાથીબેન પૂંજાભાઇ (પાક.)ના ભાઇ, રાજેશભાઇ, નરસિંહભાઇ, મુકેશભાઇ, નવીનભાઇ, કુંવરબેન
જેન્તી (રવાપર), હીમાબેન પાલાભાઇ?(ગણેશનગર)ના પિતા, કાંયાભાઇ મેઘજીભાઇ?સીજુ (ફુલાય)ના
જમાઇ, જખુભાઇ, વાલજીભાઇ, પ્રેમજીભાઇ સીજુના બનેવી, હિતેશ, સચિન, ભરત, સમીર, રાજવીર,
સિદ્ધાર્થ, દિત્યાબેન, નંદનીબેનના દાદા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. તા.
9-10-2024 બુધવારે આગરી, તા. 10-10-2024 ગુરુવારે ઘડાઢોળ તેમના નિવાસસ્થાને.
ખીરસરા-વિંઝાણ (તા. અબડાસા) : હિંગોરા હાજીઈબ્રાહિમ આધમ હુસેન
(ઉ.વ. 73) તે આધમ, મોહમ્મદ રફીક, અલીઅકબર, સદામના પિતા, આધમ અલીમામદ (મંજલ), અબ્દુલકરીમ
આમધ (મંજલ)ના મોટા ભાઈ, હાજીઈબ્રાહિમ ગઈધરના સાળા, હાજીઅબ્દુલ્લા, મામદહુસેન, ઓસમાણગની,
અબ્દુલમજીદના બનેવી, હાજીસિદીક હાજીઅદ્રેમાનના ભાણેજ, હાજીઆમદ આધમ હાજીઅદ્રેમાન, ઈબ્રાહિમ
ઈસ્માઈલ, ઈસા મામદના ફઈના દીકરા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા.
2-10-2024ના બુધવારે સવારે 10 કલાકે હુસૈની મસ્જિદ, ખીરસરા ખાતે.
કોઠારા (તા. અબડાસા) : વીરેન્દ્રસિંહ અભેરાજજી સોઢા (ઉ.વ.
31) તે અભેરાજજી લાખિયારજીના પુત્ર, રાણુભાના ભત્રીજા, દીપેન્દ્રસિંહ, ભરતસિંહ, જયવીરસિંહ,
અજયસિંહના ભાઇ, વિશ્વરાજસિંહ, ઋષિરાજસિંહના પિતા, જાડેજા પ્રાગજી લાખિયારજી (વાગા પદ્ધર)ના
જમાઇ તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું ભટ્ટ ગરબીની બાજુમાં, નિવાસસ્થાને.
વાયોર (તા. અબડાસા) : લુહાર હાજરાબાઇ આમદ (ઉ.વ. 95) તે અલીમામદ,
સિધિક, ઇલિયાસ, હાજી સુલેમાનના માતા, અભુબખર, ઇસ્માઇલ, હનીફ, મજીદના દાદી, હાજી મુસા,
હાજી ઉમર (માતાના મઢ)ના નાની તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
1-10-2024 મંગળવારે સવારે 10થી 11 વાયોર મુસ્લિમ જમાતખાના ખાતે.
બોવા : સોઢા ચંદ્રાબા દેવાજી (ઉ.વ. 60) તે સ્વ. મનુભા વંકાજી,
વિરમજી વંકાજી, ભગુભા, ભીખુભા, રતનજી, હરિસંગજી, ભચુભાના નાનાભાઇના પત્ની, દાનુભા,
ભરતસિંહના માતા, જાડેજા નટુભા બુધુભા (વડવા કાંયા), જાડેજા દિલીપસિંહ જાલુભા (રામપર
રોહા)ના સાસુ, સોઢા ભીમજી મનુભા, ગાજીભા મનુભા, સોઢા ભીમજી વિરમજી, દાનુભા વિરમજીના
કાકીમા તા. 29-9-2024ના અવસાન પામ્યા છે.
ભાડરા (તા. લખપત) : જાડેજા જેઠુભા ચાંદાજી (ઉ.વ. 90) તે સ્વ.
જાડેજા કાનજી, જાડેજા હમીરજીના ભાઇ, જાડેજા કિશોરસિંહ, જાડેજા વનરાજસિંહના પિતા, દિલીપસિંહના
કાકા, મહિપતસિંહ અને મેગુભાના મોટાબાપુ, હરદેવસિંહના દાદા, ચૌહાણ રામસંગજીના બનેવી
તા. 29-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત સમાજવાડી, ભાડરા ખાતે.
મુંબઇ : કચ્છી લોહાણા ચેતના જિજ્ઞેશ ઠક્કર (સચદે) તે જ્યોતિબેન
હરિત લખમીદાસ સચદે (મોટી ધુફીવાળા)ના પુત્રવધૂ, સ્વ. લીલાવંતી કરમશી પુરુષોત્તમ ધીરાવાણી
(કોઠારા)ના નાના પુત્રી, દેવ, ક્રિષાના માતા, ભાવના અનિશ સચદે, સ્વાતિ સુરેશ તન્નાના
નાના ભાઇના પત્ની, લક્ષ્મીબેન જમનાદાસ લખમીદાસ સચદે, કુસુમબેન સુભાષ લખમીદાસ સચદેના
ભત્રીજાવહૂ, લતાબેન આર. જોશી, જિતેન્દ્ર જે. જોશીના નાના બહેન તા. 28-9-2024ના મુલુંડ?ખાતે
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2024ના સાંજે 5થી 7 પવાણી હોલ, પહેલે માળે,
કચ્છી લોહાણા મહાજનવાડી, મુલુંડ (પ.) ખાતે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું. (લૌકિક વ્યવહાર બંધ છે.)