ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ અ.સૌ. લતાબેન (ઉ.વ.
80) તે જગદીશ અમૃતલાલ મહેતા (ખેડોઈવાલા) (દેના બેન્ક-ભૂતપૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ)ના
પત્ની, જયેશ (કચ્છમિત્ર)ના માતા, મનીષાના સાસુ, જાનવી તથા હિમાંશુના દાદી, સ્વ. ગુલાબબેન
અમૃતલાલ મહેતાના પુત્રવધૂ, સ્વ. જયાબેન જયંતીલાલ મહેતાના દેરાણી, સ્વ. હંસાબેન, પ્રવીણભાઈ
(નિવૃત્ત સેલ્સ ટેક્સ), અરાવિંદભાઈ, ઇલા રાજેન્દ્ર પારેખ (મુંબઈ), વીણા યોગેશ શાહના
કાકી, રેખાબેન તથા નલિનીબેનના કાકીજી સાસુ, સ્વ. કંચનબેન ગાવિંદજી મહેતા (મુંબઈ), સ્વ.
વિદ્યાબેન નેણશી મહેતાના ભાભી, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. કુમારભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ,
સ્વ. ઝવેરીભાઈ, સ્વ. જયાબેન, સ્વ. બાલાબેન, સ્વ. દમયંતીબેન, જ્યોત્સનાબેનના બહેન, પરમાનંદ
હરિરામ જોશીના વેવાણ તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2024ના
ગુરુવારે સાંજે 4થી પ જૈન ગુર્જર વિશાવાડી (દાદાવાડી), પ્રથમ માળે એસી હોલમાં, પોસ્ટ
ઓફિસની સામે, ભુજ ખાતે.
ભુજ : હાલે અમદાવાદ શૈલેષ (સુબંધુ) અંજારિયા (નિવૃત્ત જનરલ મેનેજર,
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર) તે સ્વ. જમિયતરાય અંજારિયા અને સ્વ. શારદાબેન
અંજારિયાના પુત્ર, પ્રતિભાબેન અંજારિયાના પતિ, નીતિનભાઈ અને ઉર્મિલભાઈના મોટા ભાઈ,
પૂજન અંજારિયાના કાકા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2024ના
સાંજે 5.30થી 7 સુવર્ણ જયંતી હોલ, મહાલક્ષ્મીનગર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી,
અમદાવાદ ખાતે.
ભુજ : મૂળ નલિયાના હાલ અંધેરી (મુંબઇ) ગં.સ્વ. લીલાવતી હીરજી
સોનેજી (ઉ.વ. 87) તે સ્વ. હીરજી ગોવિંદજી સોનેજીના પત્ની, સ્વ. પાર્વતીબેન ગોવિંદજી
રામજીના પુત્રવધૂ, સ્વ. ડો. જયંત ખત્રી અને સ્વ. જવેરબેન ઘેલાના પુત્રી, વિભા, સૌનંદ
અને પૂર્વી મૂંગેના માતા, નયના અને આશિષના સાસુ, સ્વ. રમેશભાઇ, જીતુભાઇ, કીર્તિભાઇ,
પંકજભાઇ અને સ્વ. યોગેનભાઇના બહેન, સ્વ. લીલાવતી લાલજી સોનેજીના દેરાણી, ગં.સ્વ. ભારતીબેન
ઉત્તમભાઇ સોનેજીના કાકીસાસુ, હર્ષના દાદી, કિઆનના નાની તા. 2-9-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી
ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.
ભુજ : મૂળ મમાયમોરા (તા. માંડવી)ના રતનશીભાઈ શિવગણ જબુઆણી (ઉ.વ.
63) (જબુઆણી ટ્રાન્સપોર્ટ-ભુજ) તે સ્વ. હીરાબેન શિવગણ જબુઆણીના પુત્ર, શારદાબેનના પતિ,
રાજેશભાઈ, વિપુલભાઈ, ચેતનાબેનના પિતા, સ્વ. મણિલાલભાઈ, સ્વ. હરિભાઇ, કરમશીભાઇ, સ્વ.
જેન્તીભાઇ, લખમશીભાઈ, સ્વ. ચંદુભાઈ, દિનેશભાઇ, કસ્તૂરબેન (દરશડી), શારદાબેન (ભેરૈયા),
નર્મદાબેન (જામથડા)ના ભાઈ, અનસૂયા, જુલીબેન,
ચેતન નવીનભાઈ પોકાર (બિદડા)ના સસરા, ક્રિશા, જીત, કામ્યા, શિવના દાદા, નારણ શિવજી રંગાણી
(ગઢશીશા)ના જમાઈ તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના સવારે
8થી 11 મમાયમોરા પાટીદાર સતપંથ સમાજવાડી ખાતે અને ભુજ ખાતે સાંજે 5થી 6 પાટીદાર સતપંથ
સમાજવાડી, મહાદેવ નગર-3, મિરજાપર રોડ ખાતે.
માંડવી : નાનાણી કલ્પેશ સુરેશભાઈ (સલાટ) (ઉ.વ. 38) તે સ્વ. સુરેશભાઇ
તથા ગં.સ્વ. શારદાબેનના પુત્ર, વર્ષાબેનના પતિ, શિવાનીના પિતા, જીમી તથા મનીષા (ભુજ)ના
નાના ભાઇ, મીત તથા વિહાનના કાકા, ભૂમિના મામા, મનોજભાઇ (ભુજ)ના સાળા, કમલેશ, રાજેશ,
મનોજ, સ્વ. કોકિલાબેનના ભાણેજ, સ્વ. પાલીબેન તથા રમણભાઇ (વાપી)ના જમાઇ, વીણાબેનના દિયર
તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2024ના ગુરુવારે સાંજે 4.30થી
5.30 રજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.
માંડવી : ચુડાસમા કિશોર જયંતીલાલ (ગાંગુલી) (ઉ.વ. 45) તે રેખાબેનના
પતિ, જય અને નેહાના પિતા, વર્ષાબેનના ભાઇ, સ્વ. પ્રેમીલાબેનના પુત્ર, ચંપાબેન શાંતિલાલ
રાઠોડના ભાણેજ તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના શુક્રવારે
સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી ખાતે.
નખત્રાણા : રાઠોડ હરકોરબા
કરસનજી (ઉ.વ. 65) તે સ્વ. કરસનજી લાલજીના પત્ની, નવલસિંહ, મહિપતસિંહના માતા, સવાઇસિંહ,
ડાડુજી, લધુજી, ડો. વિજયસિંહ, ભુરજીના નાનાભાઇના પત્ની, રાસુભા, હઠેસિંહ, યશવંતસિંહ,
ચંદનસિંહ, શંભુસિંહ, સુરતસિંહ, રામસિંહ, બુધુભા, લક્ષ્મણસિંહ, હેમસિંહ, રાસુભા બુધુજીના
કાકી તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024 શુક્રવારે સવારે
10થી 1 અને બપોરે 3થી 6, ઉત્તરક્રિયા આગરી તા. 12-9-2024ના રાત્રે, ઘડાઢોળ (પાણી) તા.
13-9-2024ના નિવાસસ્થાન વૃંદાવન સોસાયટી, રાઠોડ નિવાસ, નખત્રાણા ખાતે.
રાપર : મુકતાબેન તુલસીભાઈ વાળંદ (ઉ.વ. 62) તે સ્વ. કેશરબેન કરશનભાઈ
વાળંદના પુત્રવધૂ, કમલેશ, હિતેષ અને વિપુલના માતા, પાર્વતીબેન મોહનભાઈ, ગં.સ્વ. મંજુલાબેન
મગનભાઈના દેરાણી, મહેશ, સ્વ. નરેન્દ્ર, સંજય, અશ્વિન, હરેશ, જિજ્ઞેશ, પ્રવીણાબેન, જિજ્ઞાબેન,
પ્રભાબેનના કાકી, ચૌહાણ છગનભાઈ જેઠાભાઈ (આમરડી)ના પુત્રી, આદિત્ય, હર્ષિત, તપસ્યા,
આયુષ, ધરમ, રૂદ્ર, વંશ, ક્રિયાંશ, દક્ષિત, સાંચી, ચિત્રા, વીરના દાદી, સ્વ. મોહનભાઈ,
ખીમજીભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, ગં.સ્વ. મંજુબેન લાલજીભાઈ, ગં.સ્વ. શારદાબેન ધરમશીભાઈ,
દિવાળીબેન મહેશભાઈ, દમયંતિબેન રમેશભાઈના બહેન તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. લોકાઈ
તથા મોરિયા તા. 14-9-2024ના શનિવારે નિવાસસ્થાન શેરી નં. 4, ગેલીવાડી ખાતે.
ભચાઉ : નારેજા હાજીભાઇ અલીમોહમદ (ઉ.વ. 68) તે મ. અબ્દુલભાઇ અને
મ. હાજી ઇસ્માઇલના ભાઇ, હમ્ઝા અને હનીફના પિતા, ઉસ્માન અને સિધિકના કાકા અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 6-9-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન હિંમતપુરા,
ભચાઉ?ખાતે.
ભચાઉ : ઘોઘાઇ પરમાર ધરમશીભાઇ લીલાધરભાઇ લુહાર (ઉ.વ. 72) તે હીરાલાલ,
ગાંગજીભાઇ, શિવજીભાઇ, હસમુખભાઇ, વસંતબેન, ગંગાબેન, તારાબેન, દયાબેન, ગં.સ્વ. જયાબેન,
નબુબેનના પિતા, કિશોરભાઇ, મહેન્દ્રભાઇ, રીતેશભાઇ, રોહિતભાઇ, સ્વ. વેલજીભાઇ મારૂ, કાંતિલાલ,
તારાબેન, વિમળાબેન, અનસૂયાબેન, રેખાબેનના સસરા,
ધર્મેન્દ્રભાઇ, આનંદભાઇ, જિતેનભાઇ, સ્વ. નિકુલ, રોહિતભાઇ, ધ્રુવભાઇ, ભારતીબેન,
મોહિની, દીપ્તિ, સ્નેહા, ભક્તિના દાદા, જૈમિન, પ્રિયા, કાવ્યા, કૃપાલ, મંત્રના પરદાદા
તા. 4-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-9-2024ના સાંજે 4થી 5 વિશ્વકર્મા
મંદિર લુહાર સુથાર સમાજવાડી, ભચાઉ ખાતે.ઐ
માધાપર (તા. ભુજ) : મૂળ તરા મંજલ (ફોટડી)ના સારસ્વત બ્રાહ્મણ
જોષી વાસુદેવભાઇ શંભુલાલભાઇ રત્નેશ્વર (ઉ.વ. 68) તે સ્વ. શંભુલાલ પોપટલાલ અને ગં.સ્વ.
અનસૂયાબેનના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. યશોદાબેન હંસરાજ જોષી (બરંદા)ના જમાઇ, રોહિત,
ભાર્ગવ, મીના, કોમલના પિતા, આનંદ શશિકાંત જોષી, વિમલ શશિકાંત, સોનલ રોહિત જોષીના સસરા,
મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, યોગેશભાઇ, પ્રકાશભાઇના મોટા ભાઇ, જ્યોતિબેન, મીનાબેન, કવિતાબેન,
પ્રીતિબેનના જેઠ, સ્વ. લાભશંકરભાઇ (મિરજાપર), સ્વ. શિવશંકર (રતડિયા), સ્વ. કમલકાંતભાઇ
(ગાંધીધામ), સ્વ. મયાશંકરભાઇ (મંજલ), સ્વ. મોહનલાલ જોષી (મુંબઇ), સ્વ. ઉમિયાશંકરભાઇ
(માધાપર), સ્વ. શાન્તાબેન ભવાનીશંકર જોષી (મોથાળા), લીલાવંતીબેન અને રમેશભાઇ જોષી
(ભુજ), રુક્ષ્મણીબેન સુભાષભાઇ જોષી (ગાંધીધામ)ના ભત્રીજા, રમેશભાઇ જોષી, હિતેષભાઇ જોષી,
નીતિનભાઇ જોષી, સ્વ. મનોજભાઇ જોષી, દીપકભાઇ, ફાલ્ગુનીબેનના કાકાઇ ભાઇ, માધવ, ક્રિશા,
કાર્તિકના નાના, જાનવીના દાદા, રુક્ષ્મણીબેન પ્રિયકાંતભાઇ જોષી (માધાપર), શારદાબેન
મણિશંકર જોષી (નેત્રા), પુષ્પાબેન ઉમિયાશંકર જોષી (માધાપર), ચંપાબેન રમેશભાઇ જોષી
(મુંબઇ), સ્વ. ગવરીશંકર હંસરાજ જોષી (પીપરી), વિશ્વનાથભાઇ વાઘજી જોષી (બરંદા)ના બનેવી,
ભારતીબેન ભાવેશભાઇ જોષી (નખત્રાણા), માનસી આનંદભાઇ જોષી (નલિયા), હર્ષદભાઇ, આકાશ, કિરણ,
હેતલ, રિદ્ધિના મોટાબાપા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-9-2024ના સાંજે
4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ નારાયણવાડી, નવી જી.ઇ.બી. સામે, નવાવાસ-માધાપર ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : કૃણાલગિરિ ગોસ્વામી (ઉ.વ. 34) તે
વિજયાબેન દિનેશગિરિ (પિપલેશ્વર મંદિરના પૂજારી)ના પુત્ર, ગાયત્રીબેનના પતિ, વીર, વંશના
પિતા, સંજયગિરિ, કોમલબેન, મમતાબેન, પૂજાબેન, પ્રિયંકાના ભાઇ, કૈલાસબેન રમેશપુરી મંગલપુરી
(ફોટડી મહાદેવ હાલે ભુજ)ના જમાઇ તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 5-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દેશલપર ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ તેરા (તા. અબડાસા)ના લક્ષ્મીબેન દામજીભાઇ
ઉમરાણિયા (ઉ.વ. 98) તે સ્વ. દામજીભાઇ વાઘજીભાઇ ઉમરાણિયાના પત્ની તા. 4-9-2024ના અવસાન
પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-9-2024ના ગુરુવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન સહજાનંદ
નગર, ગરબી ચોક, મિરજાપરથી નીકળશે. સંપર્ક : હીરાલાલ ઉમરાણિયા-99138 23811.
ખાવડા (તા. ભુજ) : સરસ્વતીબેન મેઘજીભાઇ રાજદે (ઉ.વ. 84) તે મેઘજીભાઇ
ચત્રભુજ રાજદેના પત્ની, માધવજીભાઇ મેઘજીભાઇ સોનેતા (બચુભાઇ કાળી તરાઇના સરપંચ), સામાબેનના
પુત્રી, ચત્રભુજ રામદાસ રાજદે, નાથાબેન, નાનુબેનના પુત્રવધૂ, સ્વ. દયારામ, સ્વ. રામજીભાઇ,
ગં.સ્વ. લક્ષ્મીબેન, સ્વ. હીરાલાલના ભાભી, ગં.સ્વ. હીરાગૌરીબેનના જેઠાણી, ચંદ્રિકાબેન,
જયાબેન, પ્રતાપભાઇ, કલ્પનાબેન, જિજ્ઞાબેનના માતા, મહેશભાઇ, જેન્તીભાઇ, હરેશભાઇ, સમીરભાઇ,
પ્રિયાબેનના સાસુ, દેવ અને યુગના દાદી, હરેશભાઇ અને સુરેશભાઇના કાકી, તુલસીબેનના કાકી
સાસુ, નિખિલભાઇ, સ્વ. વિક્રમભાઇ, જિજ્ઞેશભાઇ, મીત, જિજ્ઞા, દીપિકાના મામી, ઇલા, વૈશાલી,
સ્વ. રાહુલ, રોહિત, ગૌરવ, રામ, પ્રિન્સ, ખુશી, આયુષી, હેતાન્શના નાની, જિયા, શિવાન્સ,
પર્વના પરનાની તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9-2024ના સાંજે
4થી 5 રામ દરબાર, ખાવડા ખાતે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ મેવાસાના સાધુ જમનાદાસ મોહનદાસ
રામાવત (ઉ.વ. 71) તે ગીતાબેનના પતિ, વિશ્રામદાસ માધવદાસ (જાટાવાડા)ના જમાઇ, ભવનદાસના
બનેવી, જલારામ, સુખદેવ, રમેશના પિતા, હર્ષિદાબેન, મીનાબેન, જિજ્ઞાબેનના સસરા, મીનાક્ષી,
યંશ, રાજ, શિવાની, ક્રિષ્ના, પ્રેન, અર્જુન, નકુલના દાદા, સ્વ. ફરસુરામ, બજરંગદાસ,
રાજારામ, સ્વ. મનસુખરામ, સ્વ. અર્મતબેન, ઝવેરીબેન, સાવિત્રીબેનના ભાઇ, બળદેવના કાકા,
પ્રકાશના મોટાબાપા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 6-9-2024ના શુક્રવારે
નિવાસસ્થાને સહારાવન, ખેતરપાળ દાદાના મંદિરની સામેની શેરી, ગળપાદર ખાતે.
રતનાલ (તા. અંજાર) : રણછોડભાઇ જીવાભાઇ ભોજાણી (આહીર) (ઉ.વ.
53) તે સ્વ. ગોપાલભાઇ તેજાભાઇ ભોજાણીના પૌત્ર, જીવાભાઇ ગોપાલભાઇ ભોજાણીના પુત્ર, સ્વ.
અરજણભાઇ ગોપાલભાઇ, વાસણભાઇ ગોપાલભાઇ (પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય), અરજણભાઇ રૂપાભાઇ,
અરજણભાઇ હીરાભાઇ, સ્વ. અરજણભાઇ બીજલભાઇના ભત્રીજા, કાનાભાઇ અરજણભાઇ, સ્વ. ત્રિકમભાઇ,
રણછોડભાઇ, રૂડાભાઇ, કાનજીભાઇ જીવાભાઇ, નંદલાલ, ત્રિકમભાઇ વાસણભાઇ, રણછોડભાઇ વાસણભાઇ,
નવઘણભાઇ, સમીબેન વાઘાભાઇ માતાના ભાઇ, વાઘાભાઇ હિરાભાઇ માતાના સાળા, જગદીશભાઇ, તુલસીભાઇ,
પ્રકાશભાઇ, પૂજાબેન અમૃતભાઇ માતાના પિતા, અમૃતભાઇ માતાના સસરા, કિશોરભાઇ નંદલાલભાઇ,
લાભેશભાઇ નંદલાલભાઇ, મધુસૂદનભાઇ કાનજીભાઇના મોટાબાપા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે.
બેસણું નિવાસસ્થાને, તળાવ શેરી, પાતાળેશ્વર મંદિરની બાજુમાં, રતનાલ, તા. અંજાર ખાતે.
તલવાણા (તા. માંડવી) : રમેશ મંગલ નોરિયા (ઉ.વ. 45) તે સ્વ. વાલબાઈ
મંગલ ખમુ નોરિયાના નાના પુત્ર, સ્વ. રતનશી મંગલ નોરિયા (તલવાણા), સ્વ. રાંણબાઈ દેવજી
પાતારિયા (માંડવી), કાંતાબેન મૂરજી ડોરુ (દેશલપર-વાંઢાય), લીલબાઈ મેઘજી ફૂલિયા (દરશડી),
રવજી મંગલ નોરિયા (તલવાણા હાલે માંડવી)ના ભાઈ, દીપાલી જિગર ગદણ (બાયઠ), હિરેનના પિતા,
નીલેશ, જયેશ, નીતા, મહેશ, નયના, નંદન, ભરત, પરમના કાકા તા. 3-9-2024ના અવસાન પામ્યા
છે. અંતિમયાત્રા તેમજ ધાર્મિકવિધિ તલવાણા મધ્યે તા. 4-9-2024ના પૂર્ણ થઇ ગઇ છે. સાદડી
ન્યૂ તલવાણા મધ્યે તેમના ભાઈના નિવસસ્થાને.
મોટા આસંબિયા (તા. માંડવી) : ખલીફા સરિફાબેન (ઉ.વ.75) તે મ.
સુલેમાન જુસબના પત્ની, અબ્દુલ રઝાકના માતા, મ. જાકબ નુરમામદ, અબ્દુલા નુરમામદના બહેન,
અલીમામદ હાસમના સાસુ, અલીમામદ, સિધિક, દાઉદના ફઇ, સફીર, રિયાઝના દાદી તા. 3-9-2024ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 મોટા આસંબિયા
મુસ્લિમ જમાતખાના ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : ધનલક્ષ્મીબેન કરસનજી જેસરેગોર (ઉ.વ.
64) તે સ્વ. ભચીબાઇ મૂરજી પ્રેમજીના પુત્રવધૂ, સ્વ. મોતીબાઇ કલ્યાણજી નાકર (સુથરી)ના
પુત્રી, જયેશ, વસંત, મનીષ, નરેશ, શૈલેષ, પ્રજ્ઞાના
માતા, હીનાબેન, પલ્લવીબેનના સાસુ, ભાઇલાલ, રસીકલાલ, કમલેશ (મુંબઇ), દમયંતી નરભેરામ
પેથાણી (રતાડિયા ગણેશવાલા)ના ભાભી, ભાવનાબેન, સ્વ. ભારતીબેન, હેમલતાબેનના જેઠાણી, ધવલ,
કિંજલના દાદી, સ્વ. વાલબાઇ, ઉત્તમરામ મોતા (વરંડી મોટી), સ્વ. સોનબાઇ શામજી વિરાણી
(બાઢિયા), સ્વ. શાંતિબેન ગૌરીશંકર માકાણી (ભીટારા), હીરબાઇ લાલજી મોતા (નરેડી), સ્વ.
ગંગાબેન, ભવાનજી ભટ્ટ (હમલા મંજલ), સ્વ. કેશવજી, વેલજી, ગુલાબશંકરના બહેન તા.
3-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 6-9-2024ના 3થી 5 દખણાદી ક્ષત્રિય
સમાજવાડી, ભુજપુર ખાતે.
ખોંભડી મોટી (તા. નખત્રાણા) : દેવજીભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.
64) તે જશોદાબેનના પતિ, વિજય, ગિરીશ, મુકેશના પિતા, સ્વ. નાથીબેન ડાયાભાઇના પુત્ર,
મણિબેન વાલજી વાઘેલા (દેશલપર-ગું.), નાનુબેન અશોક ચાવડા (સુખપર-ભુજ), પ્રેમિલાબેન જયંતીલાલ
ચાવડા (આણંદસર-મંજલ), સ્વ. ડાઇબેન બાવાલાલ ચાવડા (માનકૂવા)ના ભાઇ, નારાણ ભીમજી યાદવ
(ધુફી)ના જમાઇ, સ્વ. નાનજીભાઇ લધાભાઇ, તેજાભાઇ લધાભાઇ, કાનજી લધા, વેલજી લધાના ભત્રીજા
તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-9-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે
પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન મોટી ખોંભડી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : સમા કાસમ લધા (ઉ.વ. 67) તે હમીદ, અમજદ,
સિકંદર, ઇમરાનના પિતા, મ. અલીમામદ અને સુલેમાનના મોટા ભાઇ, સમા જુસબ સુમારના બનેવી,
કાસમ અલીમામદ (દાઉદભાઇ) (ભુજ), મુબારકભાઇ (રતિયા), મ. સલીમભાઇ (ભુજ)ના સાળા તા.
3-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
દંધા ફળિયા, રવાપર ખાતે.
સુજાપર (તા. અબડાસા) : કસ્તુરીબેન (ઉ.વ. 80) તે સ્વ. લાભશંકર
દામજી નાકરના પત્ની, સ્વ. ગંગાબાઇ ચૂનીલાલ દેવજી જાંજાણી (પરજાઉ)ના પુત્રી, ઉષાબેન
જનકરાય દવે, દિલીપ તથા ઇન્દિરાબેન સુરેશભાઇ બેતિયાના માતા, સ્વ. પ્રેમિલાબેન ભવાનજીભાઇ
ભટ્ટના ભાભી (ચેમ્બુર) મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : સુરેશભાઇ-99208
75909, ઇન્દિરાબેન-98191 12575.