• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ભારતીબેન ઉમિયાશંકર માકાણી (ઉ.વ. 85) તે સ્વ. ઉમિયાશંકર રામજીના પત્ની, સ્વ. નાનબાઈ રામજીના પુત્રવધૂ, સ્વ. વેલબાઈ વિઠ્ઠલજી બાવાના પુત્રી, ગં.સ્વ. શારદાબેન સરોજભાઈ બાવાના નણંદ, સ્વ. રંજનબેન (બેબીબેન) દયારામ માકાણીના બહેન, સ્વ. વસંત, મોહિનીબેન, દિલીપ, વિનોદના માતા, ઉમંગીલાલ (મંગલભાઈ), ગં.સ્વ. રસીલાબેન, ઉર્વશીબેન, અર્પિતાબેનના સાસુ, રતનબેન મોહનભાઈ, મંજુલાબેન ભોગીલાલભાઈ, રમીલાબેન હસમુખભાઈ, દેવિતાબેન લાભેન્દ્રભાઈ, સ્વ. પ્રેમીલાબેન હરિશંકર જોષી (કોઠારા), સ્વ. રંજનબેન વસંતલાલ ભટ્ટ (શેરડી), પુષ્પાબેન અશ્વિનભાઈ ગોર (ગાંધીનગર)ના ભાભી, શ્વેતા, પાયલ પુનિત પંડ્યા, નેહલ જિતેન, ચાંદની પ્રતીક, પ્રગતિ, ત્રિશા, મીતના દાદી, ગાયત્રી નીલેશ, તેજલ રોનકભાઈના નાની, તીર્થના પરદાદી, દક્ષ, ધિર્વ, મયનના પરનાની તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-9-2024ના બુધવારે સાંજે 4થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ મસ્કાના રાજગોર રમેશચંદ્ર મોતા (ઉ.વ. 77) તે સ્વ. પાર્વતીબેન પ્રાણશંકર વિશનજી મોતાના પુત્ર, પુષ્પાબેનના પતિ, ભાવેશ (શિક્ષક), મહેશ (તુલસી વિ. મંદિર ભાડિયા), ગં.સ્વ. મીનાબેન વી. જોષી (ગોધરા), જિજ્ઞાબેન આર. કેશવાણી (ભુજ)ના પિતા, ગં.સ્વ. વિજયાબેન વિરજી ખીમજી પેથાણીના જમાઈ, સ્વ. ફૂલશંકર ગોર (એડવોકેટ), સ્વ. કાન્તાબેન, સ્વ. લીલાવંતીબેન, ઈશ્વરલાલ (રાશન), મહેશભાઈ (ફ્લોર મિલ), ગં.સ્વ. ભારતીબેન (પૂજારી), રમેશભાઈ (રામેશ્વર મેડી), પ્રકાશભાઈ ગોર (કચ્છી રા. મહાસભા ફાઉન્ડર પ્રમુખ), પ્રદીપ (કોમ્પ્યુ.), જયાબેન, મનોજભાઈ (પેથાણી કોર્મ.), ગીતાબેન ડૈલેષભાઈ (શેર મારકેટ)ના બનેવી, સ્વ. ગૌરીશંકર (હેડ માસ્તર), સ્વ. નાગજીભાઈ (નવીનાળ), સ્વ. મહેન્દ્રભાઈ (નાલાસોપારા), ચત્રભુજ, રત્નાકરભાઈના સાઢુ તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-9-2024ના બુધવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા, તા. માંડવી ખાતે.

ભુજ : મૂળ માંડવીના મનસુખભાઇ ભગવાનજી શૌશી (સલાટ) (ઉ.વ. 69) તે અંજનાબેનના પતિ, આશા, ભાવિશા, કૌશિકના પિતા, દીપકભાઇ (રાજકોટ)ના સસરા, આયુષી, દીપાંશીના નાના તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-9- 2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભીડનાકા બહાર, સલાટવાડી, દાંડીવાળા હનુમાનની બાજુમાં.

ભુજ : ખત્રી સલીમ ઇબ્રાહીમ (મકલા) (ઉ.વ. 62) તે સકીલ (બ્લોક પ્રિન્ટ), સાદિયા ઇકરાફ (લાખાપુરિયા અંજાર)ના પિતા, મ. નઝીરહુશેન ઓસમાણના કાકાઇ ભાઇ, મ. આધમ મામદ (ગુંદિયાળી)ના ભાણેજ તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : મૂળ બેટ દ્વારકા સૈયદ હવાબાઇ અલીમુહમ્મદ (ઉ.વ. 87) તે કુરેશીમુહમ્મદ ફકીરમુહમદ (મુંબઇ)ના બહેન, મ. સૈયદ અબ્બાસ, સૈયદ હનીફના માતા, મ. કુરેશી નિઝામુદ્દીન (મુંબઇ), અનવર, મુબારખ, આમદ, અબ્બાસ પઠાણ, દાઉદ, લતીફ, અલીમુહમ્મદના સાસુ તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 11થી 12 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક અ.સૌ. લતાબેન જગદીશ મહેતા (ઉ.વ. 80) તે જગદીશ અમૃતલાલ મહેતા (દેનાબેંક-પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ ખેડોઇવાળા)ના પત્ની, જયેશ (કચ્છમિત્ર, રેફરન્સ લાયબ્રેરી)ના માતા, મનીષાના સાસુ, જાહન્વી અને હિમાંશુના દાદી, સ્વ. જયાબેન જયંતીલાલ મહેતાના દેરાણી, સ્વ. હંસાબેન, પ્રવીણભાઈ (નિવૃત્ત સેલ્સ ટેક્સ), અરાવિંદભાઈ, ઈલાબેન રાજેન્દ્ર પારેખ (મુંબઈ), વીણાબેન યોગેશભાઈ શાહના કાકી, રેખાબેન (નિ. ટ્રેઝરી), નલિનીબેનના કાકીજી સાસુ, સ્વ. ગોપાલજી હીરજી શાહ તથા મણિબેનના પુત્રી, સ્વ. જયાબેન, સ્વ. બાલાબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. કુમારભાઈ, સ્વ. ઝવેરીભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, જ્યોત્સનાબેનના બહેન, પરમાનંદ હરિરામ જોષીના વેવાણ તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-9-2024ના બુધવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન 168, લતાકુંજ, ખાવડા મેસુક ઘરની બાજુની ગલી, હોસ્પિટલ રોડથી સ્વર્ગ પ્રયાણધામ ખારીનદી ખાતે જશે.

ગાંધીધામ : મૂળ ભીમાસર (ભુટકિયા)ના ઈશ્વરલાલ ખીમજીભાઇ મિરાણી (ઉ.વ. 51) તે સ્વ. ખીમજીભાઇ મગનલાલ મિરાણીના પુત્ર, મુક્તાબેનના પતિ, ઈશ્વરલાલ પોપટલાલ રૈયા (મઢુત્રા)ના જમાઇ, પ્રિન્સી, શ્રેયા, રાજના પિતા, પ્રકાશભાઇ, આશાબેન અનિલભાઇ પૂજારા, સુશીલાબેન નટવરલાલ ચંદેના ભાઇ, સ્વ. ત્રિભુવનદાસ, સ્વ. બાબુલાલ, સ્વ. જયંતીલાલના ભત્રીજા, જેઠાલાલ છગનલાલ સાયતા (આડેસર)ના દોહિત્ર, અમ્રતલાલ, અરાવિંદભાઈના ભાણેજ, મહાદેવભાઇ, દિનેશભાઈ, ચંદ્રીકાબેન ચંદુલાલ ભિન્ડે, ઉર્મિલાબેન ધિરજલાલ રતાણી, નિર્મળાબેન વંસતલાલ આદુઆણી, માયાબેન રાજેશભાઇ આદુઆણીના બનેવી તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની સામે, ગાંધીધામ ખાતે.

આદિપુર : વાલીબેન (ઉ.વ. 68) તે સ્વ. ભીમજીભાઇ વેલજીભાઇ સેતણિયા (ચારણ) (ભિલાઇ)ના પત્ની, સ્વ. મૂળજીભાઇ અને કાન્તિભાઇના નાના ભાઇના પત્ની, હરિભાઇ, લખુભાઇ, લાલજીભાઇ, સ્વ. મોહનભાઇના ભાભી, કિશન, રમેશ, ચમનના માતા તા. 27-8-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-9-2024ના શુક્રવારે આગરી અને તા. 7-9-2024ના શનિવારે પાણીયારું નિવાસસ્થાને મકાન નં. 351, આદિત્યનગર, મેઘપર, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ભીમાસર (ભુટકિયા)ના ગનુભા ગેમુભા વાઘેલા (ઉ.વ. 52) તે સ્વ. ગેમુભા રામસંગજીના પુત્ર, બહાદૂરસિંહ ગેમુભાના નાના ભાઇ, મહેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ, હરેન્દ્રસિંહના પિતા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 5-9-2024ના સાંજે 5થી 6 રામકૃષ્ણ મહાવીરનગર, જાગેશ્વર મહાદેવના મંદિરે, અંજાર ખાતે.

માંડવી : રક્ષાબેન નવીનભાઇ ફોફીંડી (ખારવા) (ઉ.વ. 49) તે સ્વ. નવીનભાઇ પીતાંબર ફોફીંડીના પત્ની, વિરમતીબેન પીતાંબરભાઇ આણંદજીના પુત્રવધૂ, જેરામભાઇ, દામજી આણંદજી (ગાંધીધામ)ના ભત્રીજાવહુ, ચાંદની, મોહિની, નેહાના માતા, પરસોત્તમભાઇ, મણિબેન, ભેનાબેન, પારુબેન, શારદાબેન, કમલાબેન, નવીનભાઇ જેરામ, જગદીશભાઇ જેરામના ભાભી તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનોની) તા. 4-9-2024ના બુધવારે સાંજે 4થી 5 ખારવા સમાજ રામેશ્વર વાડી ખાતે.

માંડવી : મૂળ લાયજાના પ્રવીણભાઇ મામણિયા (શાહભાઇ) (ઉ.વ. 65) તે હાંસબાઇ વિસનજી મામણિયાના પુત્ર, નિર્મળાબેનના પતિ, હિરેન, નયનના પિતા, હિમાલી, જિનલના સસરા, અર્હમ અને તનિષ્કાના દાદા, વાસંતી, સ્વ. તલકશી, રમેશના ભાઇ, જ્યોતિના જેઠ, જયના કાકા, વેણીકલાલ છેડા (રાયણ)ના સાળા, પાનબાઇ જેઠાલાલ દેવરાજ સાવલા (મેરાઉ)ના જમાઇ, સ્વ. વિજયા અને પ્રફુલના બનેવી, સ્વ. હંસરાજ માલશીના સાઢુભાઇ, પુષ્પાના નણંદોઇ તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન :?અમીઝરા, ધવલનગર, માંડવી. મો. 90331 59407.

મુંદરા : મૂળ સમાઘોઘાના રમજુ ફકીરમામદ સુમરા (ઉ.વ. 75) તે અનવરના પિતા, સાજીદ અને સલીમના મામા, અયાન, આશીફના દાદા તા. 29-8-2024ના અવસાન પામ્યા છે.

નખત્રાણા : હાલે રાયપુર-છત્તીસગઢ કડવા પાટીદાર પુરીબેન (ઉ.વ. 80) તે રવજી અરજણ કેશરાણીના પત્ની, વિઠ્ઠલભાઇ, સ્વ. હિંમતભાઇ, હેમલતાબેન રવિલાલભાઇ રૂડાણીના માતા, કેતન, દીપેશ, સુનીલ, વિનયના દાદી તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-9-2024ના બુધવારે બપોરે 3થી 4.30 પાટીદાર સમાજવાડી (પશ્ચિમ વિભાગ), નખત્રાણા ખાતે.

નખત્રાણા : હાલે લાલબાગ સમાજ બેંગ્લોર સોમજી કરશન ભોજાણી (ઉ.વ. 61) તે  ગીતાબેનના પતિ, ગૌતમ, ભાવેશના પિતા, મીત, માહી, મીરાં, દિયાના દાદા, દમયંતીબેન (મહેસાણા), પાર્વતીબેન (પલીવાડ), નર્મદાબેન (નખત્રાણા), લક્ષ્મીબેન (અમદાવાદ), જેન્તીભાઈના ભાઈ, સ્વ. અરજણ લાલજી પારસિયા (સાંયરા)ના જમાઈ તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-9-2024ના સવારે 8.30થી 10.30 નખત્રાણા-નવાવાસ પાટીદાર સમાજ ખાતે.

નખત્રાણા : હીરાબેન શિવજીભાઈ ભગત (ઉ.વ. 89) તે સ્વ. કાનજીભાઈ ખેતાભાઈ પોકાર (કોટડા-જ. હાલે નાગપુર)ના પુત્રી, સ્વ. માવજીભાઈ પૂંજાભાઈ ભગતના પુત્રવધૂ, સ્વ. શિવજીભાઈ માવજીભાઈ ભગતના પત્ની, સ્વ. જવેરભાઈ, સ્વ. દાયાભાઈ, સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. ભગવાનભાઇ, સ્વ. સવિતાબેન માવજીભાઈ ભગતના ભાભી, દિનેશભાઈ, નટવરભાઈ, તુલસીભાઈ, મંજુબેન, નીતાબેન શિવજી ભગતના માતા, જયંત, પ્રિયેશ, આશિષ, કેવલ, ભાવિક, લોકેશના દાદી તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-9-2024ના ગુરુવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 સત્યનારાયણ મધ્ય વિભાગ સમાજ નખત્રાણા ખાતે.

ભચાઉ : મૂળ મનફરાના વાગડ લોહાણા કમળાબેન કાંતિલાલ રામાણી (ઉ.વ. 76) તે સ્વ. કાંતિલાલ દયાળજીભાઈ રામાણીના પત્ની, સ્વ. દયાળજી મનજીભાઈ રામાણીના પુત્રવધૂ, સ્વ. તુરશાબેન ખેતશીભાઈ સોમેશ્વર, સ્વ. કાશીબેન મંગળજીભાઈ રાચ્છના ભાભી, સ્વ. હેમરાજભાઈ વલમજીભાઈ કારિયાના પુત્રી, સ્વ. સાંકળચંદ દયાળજીભાઈ, સ્વ. હરિલાલ દયાળજીભાઈ, સ્વ. જયંતીલાલ દયાળજીભાઈના ભાઈના પત્ની, છગનલાલ મૂળજીભાઈ સાયતા (નંદાસર)ના ભાણેજ, કનૈયાલાલ (ઓમ પ્લાસ્ટિક), શંકરભાઈ, નીતિનભાઈ (અનમોલ ટ્રેડર્સ), સ્વ. પુષ્પાબેન પ્રભુલાલ રેહાણીના માતા, નીતાબેન કનૈયાલાલ, પુષ્પાબેન શંકરભાઈ, હર્ષાબેન નીતિનભાઈના સાસુ, રિતિક, મંથન, જેનીલ, શિવાંશ, મીરાંબેન પાર્થકુમાર સોનેતા, ટીશાબેન, મહેક, માહીના દાદી, બળવંતભાઇ હેમરાજભાઈ, ચંદ્રિકાબેન રમેશભાઈ, નર્મદાબેન આત્મારામભાઇ, સ્વ. વસંતબેન શશિકાંતભાઈના બહેન, નેહાબેન સંજયકુમાર, જલ્પાબેન, પ્રતીકભાઈના નાની, પાયલબેન રીતિકભાઈના દાદીજી સાસુ તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-9-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ભચાઉ લોહાણા મહાજનવાડી ખાતે.ઐ

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : કુણાલગિરિ ગોસ્વામી (ઉ.વ. 34) તે વિજયાબેન દિનેશગિરિ (પિપલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી)ના પુત્ર, સ્વ. યશોદાબેન ખીમગિરિ ગુંસાઇ (મોટી વિરાણી)ના દોહિત્ર, સ્વ. મોઘીબેન શંકરગિરિ ગુંસાઇના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન મોતીગર (નેત્રા)ના ભત્રીજા, સ્વ. રુક્ષ્મણિબેન, ગોદાવરીબેન, કોકિલાબેન, કિશોરગર, ભરતગરના ભાણેજ, ગાયત્રીબેનના પતિ, હીર, વીર, વંશના પિતા, કોમલબેન દીપકગિરિ (ભુજ), મમતાબેન કીર્તિગિરિ (નખત્રાણા), પૂજાબેન ભાવેશગિરિ (મુંબઇ), પ્રિયંકાબેન વિશાલપુરી (ભુજ)ના ભાઇ, કૈલાશબેન રમેશપુરી મંગલપુરી (ફોટડી મહાદેવ હાલે ભુજ)ના જમાઇ, પૂનમબેન, રાજેન્દ્રપુરી, લલિતપુરી, સિદ્ધાર્થપુરીના બનેવી તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-9-2024ના સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દેશલપર ખાતે.

રાજપર (તા. માંડવી) : મોહનપુરી ગુરુ છોટુપુરી (ઉ.વ. 72) (મહંત, બિલેશ્વર મંદિર) તે પૂર્વાસમ સ્વ. શંકરગિરિ (આસંબિયા મોટા)ના પુત્ર, જવેરબેન ચેતનગર (મુલુંડ), બબીબેન પ્રેમપુરી (દેશલપર-કંઠી), સ્વ. વેલગર  (દરશડી), સ્વ. નારાણગર (રાજપર), સ્વ. અમરતગર (અંજાર)ના ભાઇ, સ્વ. દામોદરગિરિ લાલગિરિ (આસંબિયા મોટા), સ્વ. ભવાનગિરિ દયાલગિરિ (ભેરૈયા), સ્વ. મંગલગિરિ મુલગિરિ (આસંબિયા મોટા)ના ભત્રીજા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મોટા ભાડિયા (તા. માંડવી) : હિનાબેન સોનપાર તે રાજેશ સોનપાર (નિરોણા)ના પત્ની, સ્વ. શંભુલાલ ચાંપશી, મહેશ શંભુલાલ જોષીના પુત્રવધૂ, સ્વ. રવિશંકર ચાંપશી તથા જટાશંકર ચાંપશીના ભત્રીજાવહુ, શિવરાજ જોષી, સંતોષ જોષીના માતા, મનીષ, સતીષ, શૈલેશના કાકી, કમલેશ જટાશંકર, કલ્પેશ રવિશંકર, જયાબેન કિશોર ધિક્કા (મઉં), ગં.સ્વ. અરુણાબેન વસંતભાઇ (મોથાળા હાલે માધાપર), ગં.સ્વ. પ્રેમિલાબેન ખુશાલભાઇ છાંગાણીના ભાભી, માયાબેન મહેશભાઇ જોષીના દેરાણી, રૂપલબેન મનીષભાઇ જોષી, આરતીબેન સતીષભાઇ જોષીના કાકીસાસુ, શિવન્યાના દાદી, સ્વ. મંજુલાબેન બાબુલાલ પોપટલાલના પુત્રી, હિના (મોટા રતડિયા), સ્વ. લાભશંકર પોપટલાલ રત્નેશ્વર (મિરજાપર), સ્વ. કમલકાંત પોપટલાલ, સ્વ. મયાશંકર પોપટલાલ (ફોટડી), શંભુલાલ પોપટલાલ રત્નેશ્વરના ભત્રીજી, સ્વ. અનિલ બાબુલાલ, ભાવેશ બાબુલાલ, નીતિન બાબુલાલ (રતડિયા)ના બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-9-2024ના બુધવારે બપોરે 3થી 4 ભાગ ફળિયા, મોટા ભાડિયા ખાતે.

મદનપુરા (તા. માંડવી) : હાલ શ્રીરામનગર ભાણબાઇ ધનજીભાઈ જેઠાભાઈ પારસિયા (ઉ.વ. 85) તે સ્વ. ધનજીભાઈના પત્ની, સ્વ. રામજીભાઈના નાના ભાઇના પત્ની, સ્વ. રતનબેનના દેરાણી, અરજણભાઇના ભાભી, સ્વ. લક્ષ્મીબેનના જેઠાણી, સ્વ. રતનશીભાઈ, વિશનજીભાઈ, નટુભાઈના કાકી, હરિભાઈ, જયંતીભાઈના મોટા મા, સ્વ. નાનજીભાઈ વસ્તાભાઈ વાસાણી (રાયણ)ના પુત્રી, મંગળાબેન ધીરજભાઈ (દેશલપર-વાંઢાય), સાવિત્રીબેન નરશીભાઈ (બિદડા), નિર્મળાબેન શાંતિલાલ (શ્રીરામનગર), જ્યોત્સનાબેન ભરતભાઈ (શ્રીરામનગર), જયશ્રીબેન  વિઠ્ઠલભાઈ (મુંદરા)ના માતા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-9-2024ના સવારે 8થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, શ્રીરામનગર ખાતે.

મસ્કા (તા. માંડવી) : બળિયા દમયંતી લાલજી (ઉ.વ.26) તે ખીમઇબાઇ લાલજીના પુત્રી, મહેશ, શૈલેષ, રમીલા, કાનબાઇ, રતનબાઇના બહેન તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. 

મોટા સલાયા (તા. માંડવી) : હાજી સુલેમાન ઇસ્માઇલ જાફરાબાદી (ઉ.વ. 88) તે યુસુફ સુલેમાન (બાપાભાઇ), કાસમ સુલેમાન, અબ્બાસ સુલેમાન, અઝીઝ સુલેમાન, મજીદ સુલેમાન, હાજિયાણી ખરુન, જેબુનીશા, શેરબાનુ, સલમા અને જેતુનના પિતા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે અસર નમાજ બાદ મિનારા મસ્જિદ મોટા સલાયા માંડવી ખાતે. 

રામપર-વેકરા (તા. માંડવી) : કુંભાર હાજીફકીરમામદ આમદ (ઉ.વ. 85) તે મ. રમજાન આમદ, મ. હાજીહુશેન આમદના મોટા ભાઈ, અબ્દુલા, મ. અલીમામદના પિતા, ઓસમાનગની (ગનીકાકા), રમજાનના મોટાબાપા, કાસમ ઓસમાન (કોડાય), હારૂન મામદ (ભુજપર), મ. હાજીરમજાન સિધિક (બિદડા), ઇસ્માઇલ સુમાર (ભારાપર), આમદ અધાભા (ભુજ)ના સસરા, જુસબ અબ્દુલા, મામદ અબ્દુલના દાદા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 મસ્જિદ ચોકમાં, રામપર-વેકરા ખાતે.

કણઝરા (તા. મુંદરા) : જાડેજા રાજેન્દ્રસિંહ (ઉ.વ. 30) તે સ્વ. ગુલાબસિંહ દોલુભા જાડેજાના પુત્ર, કિરીટસિંહ, દશરથસિંહના ભાઇ, રામદેવસિંહના પિતા, સ્વ. ગજરાજસિંહ તખુભા જાડેજાના ભાણેજ, સ્વ. બહાદુરસિંહ જુવાનસિંહ (સોસિયા), ગોહિલ પચાણજી સરદારસિંહ (સોસિયા), ઝાલા જોરુભા સતુભા (મોટા કાંડાગરા), વાઘેલા જીતુભા ટપુભા (ભુજપુર)ના ભત્રીજા, ઝાલા કુલદીપસિંહ ઘેલુભા (જીવા), ઝાલા પ્રદીપસિંહ ઘેલુભા (જીવા), સ્વ. ગોહિલ રાજેન્દ્રસિંહ પચાણજી (સોસિયા), ઝાલા જગદીશસિંહ રાજેન્દ્રસિંહ (નારીચાણા), ઝાલા મહેન્દ્રસિંહ જોરુભા (કાંડાગરા), ઝાલા યુવરાજસિંહ નટુભા (મોઢવાણા), ઝાલા સિદ્ધરાજસિંહ મહિપતસિંહ (બજરંગપુરા)ના સાળા, વાઘેલા ઘેલુભા (બાબિયા)ના દોહિત્ર, વાઘેલા પ્રવીણસિંહ ઘેલુભાના ભાણેજ તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ, મોમાય માતાજી ચોક, કણઝરા, (તા. મુંદરા) ખાતે.

ખારડિયા (તા. નખત્રાણા) : જાડેજા અરજણજી નારાણજી (ઉ.વ. 52) તે વંકાજી, પ્રતાપસિંહ, મહિપતસિંહ, ઘનશ્યામસિંહ, હરિસિંહના મોટા ભાઇ, લક્ષ્મણસિંહ, જયવીરસિંહના પિતા, અનિરુદ્ધસિંહ, શક્તિસિંહના મોટાબાપુ, સોઢા જીતુભા દાનસંગજી (ભાચુંડા)ના ભાણેજ, ગોહિલ ભીખુભા કીર્તુભા (થડસર-ભાવનગર)ના જમાઇ, સોઢા હિન્દુસિંહ ભમ્મરસિંહ (લીફરી)ના સાળા તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 11-9-2024ના બુધવારે રાત્રે આગરી અને તા. 12-9-2024ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) તેમજ સાદડી નિવાસસ્થાન ખારડિયા ખાતે.

લાખાડી (તા. નખત્રાણા) : ગોહિલ હરપાલસિંહ ભવાનસિંહ (ઉ.વ. 57) તે સ્વ. જાડેજા મહિપતસિંહ જાલુભા (લાખાડી)ના જમાઇ, જાડેજા અરવિંદસિંહ, સ્વ. પ્રદીપસિંહ, જિતેન્દ્રસિંહ, હરદેવસિંહના બનેવી, જયપાલસિંહ, હરશ્યામસિંહ, હરજીતસિંહ, મયૂરસિંહ, હર્ષરાજસિંહના ફુઆ તા. 2-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-9 અને 5-9-2024ના જાડેજા મહિપતસિંહ જાલુભાની ડેલીએ, લાખાડી (તા. નખત્રાણા) ખાતે.

ભુજપુર (તા. ભચાઉ) : ભરતસિંહ જાડેજા (ઉ.વ. 43) તે જીલુભા મેરામણજીના પુત્ર, સ્વ. વેલુભા મેરામણજીના ભત્રીજા, ક્રિપાલસિંહના પિતા, ભીખુભા વાઘુભા ચાવડા (ધમડકા)ના જમાઇ તા. 3-9-202ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાને.

પલાંસવા (તા. રાપર) : મચ્છુ કઠિયા સઇ સુતાર (દરજી) મધુબેન પરમાર તે સ્વ. ડાયાલાલ ડોસાભાઇ પરમારના પત્ની, સ્વ. મેઘજીભાઇ સોલંકી (રાપર), સ્વ. હરિભાઇ સોલંકી (ઇડર)ના બહેન, શાન્તિલાલ, ગવરીબેન જગદીશભાઇ ઝાલા (ગાંધીનગર), મંજુલાબેન પોપટભાઇ મકવાણા (આડેસર), બબીબેન નાનજીભાઇ વાઘેલા (ભુજ), શાન્તિબેન વિનોદભાઇ (સોમાભાઇ) (બાવળા)ના માતા, મુક્તાબેનના સાસુ, ભરત, સહદેવ, બળદેવ, નયનાબેન ધવલભાઇ રાઠોડ (કલોલ)ના દાદી, કાજલબેન, અંકિતાબેનના દાદીસાસુ, મોસમ, નિરાલી, ધ્વનિ, શિવ, દક્ષના પરદાદી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા (મોરિયા), બેસણું તા. 9-9-2024ના સોમવારે નિવાસસ્થાને પલાંસવા, તા. રાપર ખાતે.

મોટી સુડધ્રો (તા. અબડાસા) : કેર હાજી સુલેમાન હાજી હાસમ (ઉ.વ. 95) તે મ. હાજી ઇબ્રાહીમ, કેર હાજી ઓસમાણ, હાજી જુસબના ભાઈ, હાજી અબ્દુલા (ચક્કીવાળા), સાલે મોહમ્મદના પિતા તા. 3-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-9-2024ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે જામા મસ્જિદના કમ્પાઉન્ડ, સુડધ્રો ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang