• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

રેપો દરમાં વધારો પડકારોને વધારશે

સમાન્ય નાગરિકોથી માંડીને મોટા ઉદ્યોગગૃહો સુધી તમામને મોંઘવારીનો બોજો સતત પડકારરૂપ બની રહ્યો છે.  આવામાં સરકારે પોતાની સામેના આર્થિક પડકારોને હળવા બનાવવા નીતિલક્ષી વ્યાજ દર એટલે કે રેપો દરમાં 0.2પ ટકાનો વધારો કર્યો છે.  ચાર વર્ષ બાદ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા કરાયેલા આ વધારાથી લોન પરના વ્યાજનો બોજો વધશે, જે સરવાળે મોંઘવારીનાં ચિત્રને વધુ ચિંતાજનક બનાવશે.  ઈરાન અને અમેરિકાના જંગને લીધે ક્રૂડ તેલના ભડકે બળતા  વૈશ્વિક ભાવો અને તેને પગલે ઊભા થઈ રહેલા આર્થિક પડકારો વચ્ચે રૂપિયાની કિંમત સતત ઘટી રહી હોવાના સંજોગોમાં સરકાર માટે આર્થિક પગલાંને વધુ કડક કરવા  સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.  સામાન્ય રીતે મોંઘવારીના બોજાથી સમાન્ય નાગરિકોને બચાવવા આરબીઆઈ આર્થિક નીતિને સમયાંતરે હળવી બનાવીને રેપો  દરમાં રાહત આપતી રહેતી હોય છે, પણ હવે જ્યારે વ્યાપક રીતે આર્થિક પડકારો વધુ  મુશ્કેલ બનતાં બેંકને નીતિને કડક બનાવવાનું અનિવાર્ય  જણાયું છે.  દેશભરની બેંકો આરબીઆઈ પાસેથી નાણાં મેળવે તેના વ્યાજને રેપો દર કહેવાય છે. સ્વભાવિક રીતે રેપો દર વધતા સૌથી મોટી અસર ધિરાણની  લેવડ દેવડ પર પડી શકે છે.  મકાન અને વાહન સહિતની લોનો મોંઘી થતા તેની માંગ પર અવળી  અસર પડશે.  હાલના લોનધારકોને વધુ માસિક હપ્તા ભરવા પડી શકે છે.  સરવાળે આમે પણ મોંઘવારીનો બોજો અનુભવી રહેલા સમાન્ય લોકોને હવે બેવડા પડકારોનો સામનો કરવો પડશે. આમતો આરબીઆઈ આવું પગલું લેશે એમ થોડા સમયથી જણાતું હતું , પણ હવે જે સંજોગો છે તે જોતાં આવનારા નજીકના ભવિષ્યમાં આ દરમાં ફરી ઘટાડો થાય એમ જણાતું નથી. ચિંતાની બાબત એ છે કે, અર્થતંત્ર સામેના પડકારો હળવા ન બને, તો આવનારા સમયમાં રેપો દર ફરી વધી શકે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.   જો કે, તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે તેવા સમયે આરબીઆઈએ આ કડવો નિર્ણય લઈને સૌને ચોંકાવી મુક્યા છે.  તહેવારોની મોસમમાં લોકો સામાન્ય રીતે ઘર, મકાન અને અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. વેપાર અને ઉદ્યોગક્ષેત્ર તેમના વિસ્તરણ માટે ધિરાણ લેતા હોય છે, હવે રેપો દર વધતા આ બધી જરૂરતો અને વહેવારો પર વ્યાજ દરના વધારાનો ઓછાયો અનુભવાશે.  વળી, રેપો દર વધવાથી વ્યાજ અને હપ્તાનો બોજો વધે, તો સ્વાભાવિક રીતે બજારમાં માંગ ઓછી થઈ જાય તેમ છે.  આમ થાય, તો વસ્તુઓ અને સેવાના અર્થતંત્રમાં વિકાસ અટકી શકે તેમ છે.  માંગ ઓછી થાય તો કંપનીઓ રોકાણના પ્રમાણમાં ઘટાડો કરી શકે છે.  સરવાળે અર્થતંત્રના વિકાસ પર તેની અસર વર્તાય છે.  જો કે, આરબીઆઈએ આ વખતના વિકાસ દરનો 7.1 ટકાનો અંદાજ બાંધીને થોડી રાહતનો અનુભવ કરાવ્યો છે, પણ તેની સાથોસાથ મોંઘવારીનો દર પાંચ ટકાથી વધીને પ.2 ટકા રહેશે એવું અનુમાન આપીને આવનારા કપરા સમયની ચેતવણી પણ આપી દીધી છે.    

Ram Katha

Vyapar Utsav

Panchang

dd