• મંગળવાર, 22 એપ્રિલ, 2025

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકાર તાકીદે સક્રિય બને

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કર્યો છે ત્યારથી તેમનાં આકરાં વલણ અને પગલાંથી વિશ્વમાં અને તેમના પોતાના દેશમાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં જોખમી અસરો વર્તાવા લાગી છે. આર્થિક અને રાજદ્વારી બાબતો ઉપરાંત અમેરિકામાં આંતરિક બાબતોમાં ટ્રમ્પ વહીવટતંત્રે જે રીતે અણધાર્યાં પગલાંનો દોર શરૂ કર્યો છે તેનાથી ભારે હલચલ અને વિરોધના સૂર જાગી રહ્યા છે. વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીને આથિક સહયોગ રોકી દેવાનાં પગલાંની અસરોના પડઘા હજી શમ્યા નથી ત્યાં ટ્રમ્મે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય લઈને નવો વિવાદ છેડી નાખ્યો છે. ટ્રમ્પ વહીવટતંત્રે લીધેલા આ અણધાર્યા નિર્ણથી હાર્વર્ડ ઉપરાત મેરીલેન્ડ, ઓહાઈયો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીઓના વિદ્યાથીઓ મુશ્કેલીમાં મુકાશે. જેમના વિઝા રદ કરવાનો આદેશ આપાયો છે તેમાંના ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે દેશમાંથી બહાર કઢાઈ રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓએ તેમની સામેની આ કાર્યવાહીને અલગ-અલગ અદાલતોમાં પડકારી છે, પણ અમેરિકાના વિદેશ મંત્રાલયની દલીલ એવી  છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનારાને સજા ભોગવવી પડશે. અમેરિકાના વિદેશ વિભાગની આ કાર્યવાહીથી આ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર અસર પડી  શકે છે. આપણા માટે ચિંતાની બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા છે તેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે અને તે પછીના ક્રમે યાદીમાં ચીનના વિદ્યાર્થીઓ છે. એમ કહેવાઈ રહ્યંy છે કે, અમુક વિદ્યર્થીઓએ પેલેસ્ટાઈનનાં સમર્થનમાં યોજાયેલાં આંદોલનોમાં ભાગ લીધો હોવાને કારણે તેમની સામે કાર્યવાહી થઈ છે, પણ અમુકની સામે તો ટ્રાફિક નિયમોને તોડવવાના જૂના કેસોને આધાર બનાવીને પગલાં લેવાય છે. એ સ્વાભાવિક છે કે, કોઈપણ દેશ તેમને ત્યાં વિદેશી નાગરિકોને કાયદાના ઉલ્લંઘનની છૂટ આપે નહીં. અમેરિકામાં ટ્રમ્પ સરકારે અત્યાર સુધી જે કડક ધોરણો અને આર્થિક સહાયતમાં કાપનાં પગલાં લીધાં છે તેનાથી આ વખતે વિદેશી વિદ્યાર્થીઓના નવા પ્રવેશમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, પણ જે જૂના વિદ્યાર્થીઓ છે તેમની સામે જૂના નજીવા ગુના શોધીને તેમના વિઝા રદ કરવાનાં પગલાંથી તેમનામાં ભયની લાગણી વધી રહી છે. અમેરિકાની શિક્ષણ સસ્થાઓમાં અભ્યાસ કરતા વિવિધ દેશના વિદ્યાર્થીઓ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે, પણ આ પહેલી વખત છે કે, તેમને નાના કે મોટા ગુના માટે દેશ છોડવાની ફરજ પડી રહી છે. વળી જે રીતે કોઈપણ કાયદાની પ્રક્રિયા વગર જે રીતે તેમને દેશ છોડવા કહેવાઈ રહ્યંy છે તે ટ્રમ્મની તડફડ માનસિક્તા છતી કરે છે. જે રીતે હાર્વર્ડને અપાતી આર્થિક ગ્રાન્ટને બંધ કરવાના નિર્ણયની અદાલતોમાં પડકારાયો છે તે રીતે વિઝા રદ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ અદાલતોમાં પડકારી રહ્યા છે. અમેરિકાની અદાલતોનાં વલણને જોતાં ટ્રમ્પને તેમનાં પગલાં રોકવાની ફરજ પડી શકે છે, પણ આવો કોઈ અદાલતી આદેશ આવે તે પહેલાં વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવાની ઉતાવળ કરાઈ રહી છે. એક હજાર વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના આદેશમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. આવા સંજોગોમાં ભારત સરકાર પાસે તેમના હિતોને જાળવવાનો વધુ એક પડકાર સામે આવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય નહીં તે માટે ટ્રમ્પ સરકાર સાથે સમજાવટનો દોર તત્કાળ શરૂ કરવા પર વિદેશ મંત્રાલયે ધ્યાન આપવાની જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd