ભુજ, તા. 21 : જ્યૂસમાં
કેફી પ્રવાહી પીવડાવી મહિલા બેભાન થતાં ભુજના દંપતીએ તેના નિર્વત્ર ફોટા પાડી વાયરલ
કરવાની ધમકી આપી અલગ- અલગ સમયે કુલ 50 હજાર
પડાવ્યા અને આરોપી પુરુષે ફરિયાદીની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી સાથે
બળજબરીથી દુષ્કર્મ કર્યાના કેસમાં ભુજના આ આરોપી દંપતીની માધાપર પોલીસે અટક કરી લીધી
છે. આ અંગે માધાપર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આ બનાવની ફરિયાદના ગણતરીના કલાકોમાં
જ આરોપી દંપતી સલીમ મામદ કુંભાર અને હમીદા (રહે. બંને કેમ્પ એરિયા-ભુજ)ની અટક કરી લીધી
છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી સલીમ કહેવાતો આરટીઆઇ એક્ટિવિસ્ટ
તથા વિવિધ વિભાગોમાં અરજી-અપીલો કરી અને પોતે ન્યૂઝ રિપોર્ટર હોવાનું જણાવી સરકારી
તંત્ર ઉપર દબાણ લાવવાની ટેવવાળો હોઇ તેની વિરુદ્ધ ફરજમાં રુકાવટના ગુના દાખલ થયેલા
છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં 120 અલગદ-અલગ
અરજી કરી છે. પોલીસ વિરુદ્ધ પણ 13 અરજી
કરી છે. હમીદાએ પણ અરજીઓ કરી છે.