મુંબઇ, તા.21: મુંબઇ ઇન્ડિયન્સ
સામેની 9 વિકેટે કારમી હાર બાદ ચેન્નાઇ
સુપર કિંગ્સના કપ્તાન એમએસ ધોનીએ સ્વીકાર્યું છે કે તેની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા
બનાવવાની કોશિશ કરશે, પણ હવેનું મુખ્ય લક્ષ્ય આવતા વર્ષ
માટે સર્વશ્રેષ્ઠ ટીમ તૈયાર કરવી છે. એમઆઇ
સામેની હાર સીએસકેને વર્તમાન સીઝનની છઠ્ઠી હાર છે અને ફકત 4 અંક છે. આથી તે પોઇન્ટ ટેબલ પર અંતિમ સ્થાન પર છે.
નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ માટે તેણે બાકીના તમામ મેચમાં ઉમદા દેખાવ કરવો પડે અને બીજી
ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. મેચ બાદ પરાજિત સુકાની ધોનીએ કહ્યંy કે અમે દર વખતે એક મેચ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ.
અહીંથી બીજા કેટલાક મેચ હારશું તો અમારું લક્ષ્ય આવતા વર્ષ માટે સર્વશ્રેષ્ઠ ટીમ તૈયાર
કરવાનું હશે. અમે એક સુરક્ષિત ઇલેવન બનાવવાની કોશિશ કરશું. જેથી આવતા વર્ષે મજબૂતીથી
વાપસી કરી શકીએ. ધોનીએ કહ્યંy અમે
સારું ક્રિકેટ રમીએ છીએ. અમે સફળ થશું તેનો બધાને અહેસાસ પણ છે. હાલ અમારે બોર્ડ પર
રન ટીંગાડવાની જરૂર છે. જેનો બચાવ અમારા બોલરો કરી શકે. આ મેચમાં સીએસકેએ પ વિકેટે
176 રન કર્યાં હતા. જેને મુંબઇએ 1પ.4 ઓવરમાં
માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.
આ તકે ધોનીએ 17 વર્ષીય આયુષ મ્હાત્રેની પ્રશંસા
કરી હતી.