નવી દિલ્હી,
તા. 21 આઇપીએલમાં રોબોટ ડોગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આઇપીએલ
દ્રારા હવે તેનું સત્તાવાર નામ રાખવામાં આવ્યું છે. આ રોબટ ડોગ હવેથી `ચંપક' નામથી ઓળખાશે. આ રોબોટિક ડોગ ફકત ચાહકોમાં
જ નહીં, પણ ખેલાડીઓમાં, કોમેન્ટેટરોમાં
અને ચિયર લીડર્સમાંનો પણ લોકપ્રિય બની ગયો છે. મેચ અગાઉ ખેલાડીઓ તેની સાથે જુદી જુદી
એકશન સાથે મોજ-મસ્તી કરે છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યા છે. ચંપક
ડોગને દોડવા, કુદવા, બેસવા અને ગુંલાટ મારવા
સહિતની એકશન માટે ડિઝાઇન કરાયો છે. ચાહકોનું માનવું છે કે ચંપક નામ લોકપ્રિય ટીવી શ્રેણી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેરેટર ચંપકલાલ ગડાથી પ્રેરિત છે. જે આ સિરીયલમાં જેઠાલાલના
પિતા છે. ચંપક ડોગની ઉપર એક વીડિયો કેમેરો ફિટ કરવામાં આવ્યો છે.