મુંબઇ, તા.21 : બીસીસીઆઇએ
આજે વર્ષ 2024-2પ માટેના ખેલાડીઓના
વાર્ષિક કરાર જાહેર કર્યાં છે. નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શ્રેયસ અય્યર અને ઇશાન
કિશનની વાપસી થઇ છે. આ બે ખેલાડીને ગયા વર્ષે ઘરેલું ક્રિકેટ ન રમવા સબબ અનુશાસનાત્મક
કાર્યવાહીના ભાગરૂપે બહાર કરાયા હતા. ટી-20 વિશ્વ
કપની જીત પછી આ ફોર્મેટ (ટી-20 ઇન્ટરનેશનલ)માંથી
સંન્યાસ લેનાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ટોચના
એ પ્લસ ગ્રેડમાં સામેલ છે. તેમની સાથે ચોથો ખેલાડી જસપ્રિત બુમરાહ છે જ્યારે નિવૃત્ત
થનાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન વાર્ષિક કરાર સૂચિમાંથી બહાર થયો છે. બીસીસીઆઇએ કુલ
34 ખેલાડીને નવા કરાર આપ્યા છે. જેમાં
સૌથી વધુ 19 ગ્રેડ સીમાં સામેલ છે. આ કરારની
અવધિ 1 ઓક્ટોબર-2024થી 30 સપ્ટેમ્બર- 202પ સુધીની છે. ભારતના ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉપકપ્તાન અક્ષર પટેલ આશ્ચર્યજનક
રીતે ગ્રેડ એ નહીં પણ બીમાં સામેલ છે. વાપસી કરનાર શ્રેયસ અય્યરને બી ગ્રેડ અને ઇશાન
કિશનને સી ગ્રેડ મળ્યો છે. ગ્રેડ એ અને બીમાં ક્રમશઉ 6 અને પ ખેલાડી છે જ્યારે સીમાં સર્વાધિક 19 ખેલાડીઓને જગ્યા મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી વાપસી
કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમી ગ્રેડ એમાં સામેલ છે. તેમાં તેની સાથે શુભમન ગિલ, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક
પંડયા અને ઋષભ પંત છે. પંત ગયા વર્ષે ગ્રેડ બીમાં હતો. તેને પ્રમોશન મળ્યું છે.
હર્ષિત
રાણા, નીતિશકુમાર રેડ્ડી, અભિષેક શર્મા,
આકાશ દીપ અને વરુણ ચક્રવર્તી પહેલીવાર સામેલ થયા છે. જયારે આવેશખાન,
કેએસ ભરત, શાર્દુલ ઠાકુર, જિતેશ શર્મા વાર્ષિક કરાર સૂચિમાંથી બહાર થયા છે.
આ
ઉપરાંત બીસીસીઆઇએ ઝડપી બોલર્સની અલગ કરાર સૂચિ જાહેર કરી છે. જેમાં ઉમરાન મલિક, મયંક યાદવ, આકાશ યાદવ, યશ દયાલ,
વિદ્યૃત કરવેપ્પા અને વિજયકુમાર વૈશાખ સામેલ છે.
ગ્રેડ
એ પ્લસ (વાર્ષિક 7 કરોડ) : રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.
ગ્રેડ
એ (વાર્ષિક પ કરોડ): મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડયા, મોહમ્મદ
શમી અને ઋષભ પંત.
ગ્રેડ
બી (વાર્ષિક 3 કરોડ): સૂર્યકુમાર યાદવ, કુલદીપ શર્મા, અક્ષર પટેલ, યશસ્વી
જયસ્વાલ અને શ્રેયસ અય્યર
ગ્રેડ
સી (વાર્ષિક 1 કરોડ): રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ
દૂબે, રવિ બિશ્નોઇ, વોશિંગ્ટન સુંદર,
મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ
ખાન, નીતિશકુમાર રેડ્ડી, ઇશાન કિશન,
અભિષેક શર્મા, આકાશદીપ, વરૂણ
ચક્રવર્તી અને હર્ષિત રાણા.