• મંગળવાર, 22 એપ્રિલ, 2025

પંજાબના મિડલ ઓર્ડર બેટિંગમાં સમસ્યા : કપ્તાન શ્રેયસ

મુલ્લાનપુર, તા. 21 : શ્રેયસ અય્યરનું માનવું છે કે આઇપીએલ-202પ સીઝનમાં પંજાબ કિંગ્સ ટીમની મિડલ ઓર્ડર બેટિંગમાં થોડી સમસ્યા છે. શ્રેયસ અય્યર પહેલીવાર પંજાબનો કેપ્ટન બન્યો છે. ખાસ કરીને ઘરેલુ મેદાન મુલ્લાનપુર (ચંદિગઢ)માં પંજાબના બેટધરો અસફળ રહે છે. આ મેદાન પર ગઇકાલે પંજાબની ટીમને આરસીબી સામે હાર મળી હતી. મેચ બાદ પીબીકેએસ કેપ્ટન અય્યરે કહ્યંy અમારા બેટધરો પહેલા દડાથી બોલને હિટ કરવાનો પ્રયાસ કરે છે. અમને સારી શરૂઆત મળે તો તેનો ફાયદો લઇ શકતા નથી કારણ કે મિડલ ઓર્ડરમાં કેટલીક સમસ્યા છે. શ્રેયસનું માનવું છે કે અમારા બેટધરોએ જલ્દથી પરિસ્થિતિ અનુસાર એડજેસ્ટ થવું પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd