• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ત્રી સશક્તિકરણની `વંદનીય' ગતિ

મહિલાઓનું સશક્તિકરણ સતત ચર્ચાતો મુદ્દો રહ્યો છે. અન્યાય, અત્યાચાર, દીકરીઓની સંખ્યા સહિતની વાતો સતત થયા કરે. તેની વચ્ચે કેટલીક ઘટના આંખ અને કાન બન્નેને આકર્ષે. ઝારખંડના એક નાનાં ગામમાં રહેતી આદિવાસી યુવતીએ વંદે ભારત ટ્રેન ચલાવીને દેશની મહિલાઓને ગૌરવ લેવાની ક્ષણ આપી એમ કહી શકાય. રિતિકા તિર્કી ભારતની પ્રથમ આદિવાસી યુવતી બની છે, જેમણે વંદે ભારત ટ્રેન દોડાવી. વડાપ્રધાને આ ટ્રેનનું લોકાર્પણ કર્યું, એ પછી રિતિકા આ ટ્રેનની સુકાની બની. રાંચીની સ્કૂલમાં ભણેલી રિતિકાને ચાર ભાઈ-બહેન છે. સાવ સામાન્ય પરિવારનું તે પ્રતિનિધિત્વ કરે છે. 2019માં તેણે દક્ષિણ-પૂર્વ રેલવેમાં નોકરી શરૂ કરી હતી. ચક્રધરપુર ડિવિઝનમાં શંટર તરીકે કારકિર્દી શરૂ કરનાર આ યુવતીએ યાત્રીટ્રેન, ગુડ્સટ્રેન ચલાવી હતી. સિનિયર સહાયક લોકો પાઈલટનું પ્રમોશન મળ્યું અને હવે તે વંદે ભારત ટ્રેનની પાઈલટ છે. રાંચીની બીઆઈટીમાંથી મિકેનિકલ એન્જિનીયરિંગ કરનાર રિતિકા માટે દેશને ગૌરવ છે. મહિલા દરેક ક્ષેત્રે નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે. કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં બનેલી ઘટનાના પડઘા આખા દેશમાં પડયા હતા અને હજીય નારી બિચારી એવી લાગણી ફેલાઈ. ત્રી કેળવણીથી માંડીને અનેક મુદ્દા છે પરંતુ તેની વચ્ચે રિતિકાનું આ ટ્રેનના પાઈલટ તરીકે કામ કરવું તે ઘટના પ્રસન્નતા અને શાતા આપનારી ઘટના છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang