ભુજ, તા. 25 : આજે બપોરે માનકૂવાના વથાણ ચોકમાં
પડ માંડીને ગંજીપાના વડે જાહેરમાં જુગાર રમતા સાત ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. માનકૂવા
પોલીસને આજે બપોરે બાતમી મળી હતી કે, ગામના વથાણ ચોકમાં ડો. પટેલની ક્લિનિકની સામે ખુલ્લામાં ઓટલા ઉપર જુગાર રમાઈ
રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા શિવજી પ્રેમજી મેરિયા,
કાસમ જુસબ ત્રાયા, ભીમજી રામજી મારવાડા (રહે. ત્રણે
માનકૂવા), મજીદ સુલેમાન બાફણ, ઓસમાણ બુઢા
કુંભાર (રહે. બંને નાગિયારી, તા. ભુજ), દિનેશ દેવશી ભુડિયા (સુખપર, તા. ભુજ) અને રમેશ શિવજી
ગરવા (રહે. વડવાકાંયા, તા. નખત્રાણા)ને રોકડ રૂા. 14,060 તથા ત્રણ મોબાઈલ કિં.રૂા. 20,500 એમ કુલ રૂા. 34,560ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી.