નવી દિલ્હી, તા. 25 : ગણતંત્ર દિવસની
પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું
હતું કે ગણતંત્ર દિવસનું પાવન પર્વ અતીત, વર્તમાન અને ભવિષ્યમાં દેશની દશા અને દિશાનું અવલોકન કરવાનો અવસર આપે છે. સ્વતંત્રતા
સંગ્રામના બળથી 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશની દશા બદલી. ભારત
સ્વાધીન બન્યું અને આપણે રાષ્ટ્રીય નિયતિના નિર્માતા બન્યા. રાષ્ટ્રપતિએ સંબોધનમાં
કહ્યું હતું કે મહિલાઓના સક્રિય અને સમર્થ હોવું દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ
છે. નારી શક્તિનું વિકાસમાં મોટું યોગદાન છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું હતું કે, 26 જાન્યુઆરી
1950ના ગણતંત્ર અને સંવૈધાનિક આદર્શોની
દિશામાં આગળ વધવાની શરૂઆત કરી હતી. આ દિવસે સંવિધાન પુરી રીતે લાગુ થયું હતું. લોકતંત્રની
જનની ભારત ભૂમિ ઉપનિવેશવાદી શાસનના વિધિવિધાનથી મુક્ત થઈ અને લોકતાંત્રિક ગણરાજ્ય અસ્તિત્વમાં
આવ્યું હતું. ભારતનું સંવિધાન વિશ્વ ઈતિહાસના સૌથી મોટા લોકતાંત્રિક ગણરાજ્યનો આધાર
ગ્રંથ છે. સંવિધાનમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાના આદર્શ આપણા ગણતંત્રને
પરિભાષિત કરે છે. આ આદર્શના સંવિધાન નિર્માતાની ભાવના અને દેશની એકતાનો મજબૂત આધાર
છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી પ્રાચીન સાંસ્કૃતિક એકતાના તાર પૂર્વજોએ
જોડયા છે. આ સાંસ્કૃતિક એકતા આજે પણ લોકતંત્રને જીવંત બનાવે છે અને પ્રત્યેક ભારતીયને
જોડે છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું હતું કે,
ગયા વર્ષે સાતમી નવેમ્બરથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવની ઉજવણી
થઈ રહી છે. ભારત માતાના સ્વરૂપની વંદનાનું આ ગીત જન-જનમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરે
છે. રાષ્ટ્રીયતાના મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ તમિલ ભાષામાં વંદે માતરમના ભાવાર્થ ઉપર
આધારીત રચના કરીને આ ભાવનાને વધુ વ્યાપક સ્વરૂપ પ્રદાન કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ મહિલાઓના સશક્તિકરણને દેશના
સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ સ્તંભના રૂપમાં માન્યતા આપી છે. તેમણે કહ્યું હતું
કે મહિલાઓ પરંપરાગત રુઢીઓને તોડીને દરેક ક્ષેત્રમાં નવી ઉંચાઈએ પહોંચી રહી છે.