• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

સર્બિયાના સ્ટાર જોકોવિચે ઇતિહાસ રચ્યો

મેલબોર્ન, તા. 24 : ટેનિસની દુનિયાના દિગ્ગજ નોવાક જોકોવિચે શનિવારે શાનદાર જીત સાથે ઇતિહાસ રચ્યો હતો. સર્બિયાનો સુપરસ્ટાર ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 400 મુકાબલા જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જોકોવિચે આજે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં બોટિક વૈન ડે જેડશલ્પને 6-3, 6-4, 7-6(4)થી હાર આપી હતી.આમ, ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 3-0થી જીત મેળવીને જોકોવિચે વિક્રમ રચી દીધો હતો.નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પોતાનું સ્થાન પાકું કરી ચૂક્યો છે. ગ્રાન્ડસ્લેમમાં સર્બિયાના સ્ટાર જોકોવિચ બાદ રોજર ફેડરર બીજા સ્થાને છે, જેણે ગ્રાન્ડસ્લેમ ઇતિહાસમાં કુલ 369 મુકાબલા જીત્યા છે. પહેલો સેટ 6-3થી, બીજો 6-4થી જીત્યા બાદ ત્રીજા સેટમાં થોડી ટક્કર મળતાં મુકાબલો ટાઇબ્રેકર થયો હતો. અંતમાં જોકોવિચે 7-6(4)થી જીતમાં સફળતા મેળવી હતી. 

Panchang

dd