• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

દેશની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતાનો સંદેશ

ભુજ, તા. 25 : દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનો સંદેશ સરહદી વિસ્તાર એવા લક્કીનાળા બકલબેટ પર આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સમારોહમાં ઉપસ્થિત અગ્રણીઓએ રાષ્ટ્રસેવા, સરહદી સુરક્ષા અને દેશના વિકાસ માટે એકજૂટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળ લક્કીનાળા ખાતેના બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, 176 બટાલિયનના સીઓ યોગેશકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ના. સરોવરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ સરોવર પોલીસ સ્ટાફ, વાયોર પોલીસ સ્ટાફ તેમજ લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોરતાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, આજુબાજુના સરપંચો અને તાલુકાના આગેવાનો ઉપરાંત વિકાસભાઇ રાજગોર, હરિસિંહ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. 

Panchang

dd