• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

બલુચિસ્તાનમાં પાક સેના સામે આક્રોશ

ઈસ્લામાબાદ, તા. 25 : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા હબ શહેરમાં ફરી એક વખત બળજબરીપૂર્વક લોકો ગાયબ થવાની ઘટનામાં પરિવારોને સડકો ઉપર ઊતરવા મજબૂર કરી દીધા છે. મહિલાઓ અને સગીરો સહિત છ બલુચ વ્યક્તિના પરિજનો લાસબેલા ક્લબની બહાર ધરણા કરી રહ્યા હતા. તેઓએ પાકિસ્તાની સુરક્ષા દળો સમક્ષ પરિજનોને તત્કાળ મુક્ત કરવા અને કોર્ટમાં રજૂ કરવાની માગણી કરી રહ્યા છે. બલુચ યકજહતી કમિટીના નેતા ફૌજિયા બલુચે આ બનાવને મહિલાઓ વિરુદ્ધનો ખતરનાક ટ્રેન્ડ બતાવ્યો હતો. જે બલુચ આબાદીમાં ભય ફેલાવવા અને અવાજ દબાવવાની કોશિશ છે. પરિવારોનો આરોપ છે કે, કોઈ પણ કાનૂની આધાર વિના લોકો ગાયબ થવાની ઘટના માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. આ મામલે પોલીસે એફઆઈઆર દાખલ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. બલુચિસ્તાન પોસ્ટ અનુસાર આ લાપતા થવાના બનાવોના કારણે પરિવારોમાં વધારે માનસિક તણાવ પેદા કરી દીધો છે અને દૈનિક જીવન અસ્તવ્યસ્ત થયું છે. પરિવારોએ કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં વર્ષોથી લાપતા યુવા પુરુષોના કેસ નોંધાવવામાં આવે છે, પણ છેલ્લા અમુક સમયમાં સગીરા અને ગર્ભવતી મહિલાઓ લાપતા થવાનો નવો દોર શરૂ થયો છે. પ્રદર્શનકારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે તેમના પરિવારના લોકોએ કેવો અપરાધ કર્યો છે. જો આરોપ હોય તો બંદી કરેલા લોકોને ગુપ્ત રાખવાને બદલે અદાલતમાં રજૂ કરવા જોઈએ. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માપદંડ અને સંવૈધાનિક ગેરન્ટી બન્નેનું ઉલ્લંઘન છે. પરિવાર તરફથી આરોપ મુકવામાં આવ્યો હતો કે જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવવાની કોશિશ કરી તો અધિકારી દ્વારા સાફ ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. બાદમાં આ ઈનકારના કારણે પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા લાપતા લોકોની સ્થિતિ અંગે જાણકારી આપવાની માગણી કરી છે. વધુમા ચીમકી આપવામાં આવી છે કે જો માગ પુરી કરવામાં નહી આવે તો વિરોધ અભિયાનને વધારે ઉગ્ર કરવામાં આવશે.  

Panchang

dd