ગાંધીધામ, તા. 24 : અંજારના ખોખરા ગામ નજીક પગપાળા
જતાં બચુભાઈ ઠાકોર નામના આધેડને અજાણ્યાં વાહનચાલકે હડફેટમાં લેતાં તેમનું મોત થયું
હતું. રતનાલમાં મોડસર રોડ આણદા ભચુની વાડીએ રહેતા અને ખેતીકામ કરતા બચુ ઠાકોરને ગત
તા. 19/1ના અકસ્માત નડયો હતો, તે ઘરેથી હું ખોખરા ગામે જઉં છું કહીને નીકળ્યા હતા, ત્યાં કામ પતાવીને પરત રતનાલ આવી રહ્યા હતા ને ખોખરા-ઝરૂ રોડ પર પાવર હાઉસની
બાજુમાં પહોંચ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યાં વાહને તેમને હડફેટમાં
લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યા હતા. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આધેડના દીકરા રણજિત ઠાકોરે પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી.