• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

જત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા નિર્ધાર

મુંદરા, તા. 25 : તાજેતરમાં માઈનાપડ (સુમરાસર-જત) મધ્યે હઝરત માઈ ભમ્ભી રહમતુલ્લાહ અલયહાનો વાર્ષિક ઉર્સ ઊજવાયો હતો. આ સાથે જત સમાજની જિલ્લા કક્ષાની યોજાયેલી સામાન્ય સભામાં કચ્છ બહાર વસતા જત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, સદીઓથી હઝરત માઈ ભમ્મીના ઉર્સ પ્રસંગે જત સમાજના ભાઈઓ વિશાળ તમ્બૂમાં એકઠા થાય છે, જત ભાઈઓના પારીવારિક અને અન્ય મનદુ:ખનું સમાધાન કરાવે છે, સમાજના ઉત્કર્ષ માટેનાં આયોજન થાય છે. સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ઉર્સમાં શિરકત કરે છે.  આ વખતે સભામાં જત સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે બહોળી ચર્ચા અને આયોજન ઘડવામાં આવ્યું હતું. ભુજના શાંતિનગરમાં  ઊભા થઈ રહેલાં શૈક્ષણિક સંકુલનું બાંધકામ ત્વરિત પૂરું થાય તે માટે આયોજન થયું હતું. સમાજમાં એકતા જળવાય અને સમાજની દરેક વ્યક્તિ પોતાની જાતિ `જત' જ લખે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ બનવા બદલ હાજીસલીમ જત, પોલીસ વિભાગમાં પીએસઆઈ બનવા બદલ ઝાહિદ મલેક (ભુજ), સિકંદર જત મોડાસાવાલા, જત ગુલામ (પલીવાડ)ની આર્મીમાં નિમણૂક અને જત ઈબ્રાહીમ (પલીવાડ)નું મરીન પોલીસમાં નિમણૂક બદલ સન્માન કરાયું હતું.  આ પ્રસંગે જત ઈશાક જુમ્મા (પ્રમુખ, જત સમાજ), જત મામદ રહીમ (જતવાંઢ), જત આમદ અલારખ્યા (ભુજ), જત ઈબ્રાહીમ હાજીસુલેમાન, જત મજીદ મામદ (અંજાર), જત શાબાન મામદ (ભુજ), જત ઈબ્રાહીમ અલીમામદ (લાખોંદ), જત હનીફ સાલેમામદ (માંડવી), જત ઈમરાન હાજીસલીમ, જત ઈકબાલ અલીમામદ (પલીવાડ), જત ઉમર જાકબ (સુમરાસર), જત હનીફ હુસૈન (ભુજ), જત હબીબ જાકબ (જતવાંઢ), જત દાઉદ અબ્દુલ્લા (કોડકી), જત ઉમર ઓસમાણ (કોણાઠિયા), જત અલીમામદ રમજુ (લાખોંદ), જત ઈસ્માઈલ મામદ (શેરડી), જત દાઉદ ઓસમાણ (નારાણપર), જત મામદ રમજુ (ભુજ), જત ફિરોઝ ફકીરમામદ (ભુજ), જત આરબ નાથા (જતવાંઢ), જત સાલેમામદ (હોથિયાઈ), જત હુસૈનઅલી (ગોડપર), જત અલીમામદ મામદ (ચેરમેન, એમઈડબલ્યુએસ), જત મામદ મૌલાના, જત આદમ (દેઢિયા), જત સુલેમાન (ટાંકણાસર), જત ઈશા મૌલાના (સરપંચ, સુમરાસર) તથા કચ્છ બહારથી જત-મલેક અજીજ ઉંમરભાઈ (રાજકોટ, માજી ઉપપ્રમુખ -જત મલેક સમાજ), જત-મલેક હનીફ હાજી ઈસ્માઈલ (પ્રમુખ, જત મલેક સમાજ (રાજકોટ), મલેક અનવર (રાજકોટ), જત અબ્બાસખાન કરીમખાન (વારાહી), જત મોહંમદખાન હાજીખાન (અમરાપુર સરપંચ) ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd