• બુધવાર, 01 મે, 2024

અમેરિકા અને કેનેડામાં ભારતીયોની અસલામતી

ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને હંમેશાં પશ્ચિમી દેશોની તકોનું આકર્ષણ રહ્યંy છે, એમાં કોઇ શંકા નથી કે, કાબેલ ભારતીયોએ પોતપોતાના ક્ષેત્રમાં ઊડીને આંખે વળગે એવી સફળતા પણ પ્રાપ્ત કરી છે.  હવે પશ્ચિમના અમુક દેશોમાં ભારતીયોની સામે વધી રહેલા હુમલા અને હત્યાના બનાવોએ ચોંકાવનારી વાસ્તવિકતા અને ડર છતા કર્યા છે. પશ્ચિમી દેશો તેમાં ખાસ તો અમેરિકા અને કેનેડામાં ભારતીયોની ઉપર હુમલાના વધી રહેલા બનાવે દેશોમાં સલામતીના દાવાની પોલ ખોલી નાખી છે. તાજેતરમાં કેનેડાના વેનકુંવર શહેરમાં હરિયાણાના સોનેપતથી ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યાના બનાવમાં જે વિગતો સામે આવી છે, તે મુજબ હતભાગી વિદ્યાર્થીની કોઇનાથી દુશ્મની હતી. વળી, બનાવના થોડા સમય અગાઉ તેણે પોતાના પરિવાર સાથે ખુશખુશાલ રીતે વાત પણ કરી હતી. આવી રીતે થોડા દિવસ અગાઉ કેનેડાના આલબર્ટા પ્રાંતમાં ભારતીય મૂળના એક બાંધકામ વ્યવસાયિકની પણ ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરાઇ હતી. આવા વધી રહેલા બનાવોને પગલે ભારતીયોને નિશાન બનાવવાની પાછળનું કારણ શું છે, તે એક સવાલ ઊભો થઇ રહ્યો છે. કેનેડાની કાયદો અને વ્યવસ્થા એવી નબળી કેમ થઇ ગઇ છે કે, કોઇની પણ હત્યા થઇ રહી છે. ગુનેગારોને કાયદાનો કોઇ ડર રહ્યો હોવાની છાપ દિવસોદિવસ મજબૂત બની રહી છે. એક તરફ કેનેડા તેની ઉદાર ઇમિગ્રેશન નીતિ દ્વારા ભારતીયોને મોટી સંખ્યામાં આકર્ષે છે, પણ તાજેતરના બનાવો બતાવે છે કે, દિવસોદિવસ ભારતીયોમાં અસલામતીની લાગણી વધી રહી છે. આવામાં કેનેડા આવનારા બે વખત વિચારતા થયા છે. વળી, કેનેડામાં નોકરીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાને લીધે પણ ભારતીયો વિદેશના મોહને અન્ય દેશો તરફ વાળતા થયા છે. બીજી તરફ અમેરિકા ભારતીયો સહિત વિશ્વના મોટાભાગના દશોના નાગરિકો માટે સતત આકર્ષણ જગાવતું રહ્યંy છે. અમેરિકામાં વસતા ભારતીયોએ વેપાર, ઉદ્યોગ અને વ્યવસાયમાં નામના મેળવી છે, પણ તાજેતરના સમયમાં ભારતીય સમુદાય પર હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હુમલાની માટે વંશિય કારણોને જવાબદાર ઠેરવાઇ રહ્યા છે. એક તરફ કેનેડામાં ખાલિસ્તાની આગેવાનની હત્યાના બનાવમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતને જવાબદાર ગણાવીને દુનિયામાં ચકચાર જગાવવામાં જરા પણ વિલંબ કર્યો હતો, પણ ભારતીયોની હત્યાના મામલામાં ઝડપી અને અસરકારક તપાસમાં તેમણે જરા પણ રસ બતાવ્યો હોય તેમ જણાતું નથી. ખરેખર તો કેનેડા અને અમેરિકાએ તેને ત્યાં વસતા ભારતીયોની સલામતી પર ધ્યાન આપવાની તાતી જરૂરત છે. આમ નહીં થાય તો બન્ને સમૃદ્ધ દેશના વિકાસમાં ચાવીરૂપ બની રહેલા ભારતીયો અન્યત્ર ઉચાળા ભરવા મજબૂર બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang