• શનિવાર, 20 એપ્રિલ, 2024

લોકતંત્ર ખતરે મેં હૈ ?

ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પકડાયેલા અરવિંદ કેજરીવાલને જેલ-મુક્ત કરવાની માગણી વિપક્ષી નેતાઓએ કર્યા પછી ગણતરીના કલાકોમાં કેજરીવાલ તિહાડ જેલમાં ગયા છે! જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને જામીન માટે અરજી કરી શકે છે - પણ મળવાની ખાતરી નથી. જેલમાંથી એમણે બહાદુરીભર્યું નિવેદન કર્યું હતું - .ડી. ધારે ત્યાં સુધી હું જેલમાં રહેવા તૈયાર છું. શરીર જેલમાં પણ આત્મા લોકો સાથે છે... તિહાડ જેલમાં સીસીટીવી એમના ઉપર ચોવીસ કલાક નજર રાખશે. એમનો `એકાંતવાસ' 15મી એપ્રિલ સુધી હશે. `.ડી. કહે છે કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી.' કેજરીવાલે અદાલતમાં પ્રવેશતાં પહેલાં પત્રકારોને કહ્યું - પ્રાઇમ મિનિસ્ટર જે કરે છે તે દેશ માટે સારું નથી. રામલીલાની મહારૅલીમાં `લોકતંત્ર બચાવો, બચાવો'નાં ભાષણ - પાકિસ્તાનના શાસકો પોતાનો ભ્રષ્ટાચાર બચાવવા માટે `ઇસ્લામ ખતરે મેં હૈ' એવી કાગારોળ મચાવે - તેની યાદ અપાવે છે! ન્યાયતંત્ર, મીડિયા - સૌને જાણે મોદીએ ખરીદી લીધા હોય એવા આક્ષેપો વારંવાર થાય છે તેથી મીડિયા વધુ છંછેડાય છે. રાહુલ ગાંધીના દબાણના કારણે એમને વધુ નુકસાન થાય છે. વધુમાં એમણે કેજરીવાલ અને સોરેનને છોડી મૂકવાની માગણી કરી છે. ચૂંટણીમાં વિપક્ષને `લેવલ પ્લેઇંગ ફિલ્ડ' - અર્થાત મેદાનમાં સમાન સવલત, બરાબરી હોવી જોઈએ એવી માગણી છે. `બરાબરી'ના મુકાબલાનો મતલબ શું? ચૂંટણીમાં પ્રચાર - ભ્રષ્ટાચારનો બચાવ કરવાની અને સરકારની `િકન્નાખોરી' સામે બળાપા કાઢવાની? કાયદામાં સૌ સમાન હોય તો ભ્રષ્ટાચાર બદલ પકડાયેલા તમામ અપરાધીઓને છોડી મૂકવા? દેશમાં કાયદા કાનૂન છે કે નહીં? ન્યાયતંત્ર આવા અપવાદ રાખી શકે? વિપક્ષી નેતાઓની આવી બેહૂદી માગણી બાબત કાયદાના પંડિતો - નિષ્ણાતોએ નિવેદન કરીને વખોડી - હસી કાઢવાની જરૂર છે. અદાલતમાં બેઠેલા ન્યાયાધીશો મૌન જાળવે તે સમજી શકાય, પણ અદાલતની બહાર આજી અને માજી ન્યાયાધીશોએ મૌનવ્રત પાળવાની જરૂર નથી. રાજકારણમાં ન્યાયતંત્રની બદનામી વિપક્ષો અપરાધી મહાશયોની ધરપકડ ચૂંટણી પહેલાં શા માટે થઈ એવો પ્રશ્ન અને આક્ષેપ થાય છે. ભ્રષ્ટાચારની તપાસ છેલ્લાં પાંચ વર્ષથી ચાલતી હતી. પુરાવા અદાલતમાં રજૂ થયા પછી ધરપકડો થઈ છે અને જામીન પણ મળતા નથી. શું આની પાછળ સરકારનો હાથ છે? રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ જાણે છે કે નહીં? કમિટેડ જ્યુડિશિયરી-ની શરૂઆત એમણે કરી હતી, અને પરિણામ ભોગવ્યાં પછી કોઈ સરકારે આવું બદ સાહસ કર્યું નથી. ભારતનું ન્યાયતંત્ર મુક્ત - સ્વાયત્ત છે. મોદી સરકારની ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરી અને શાસક પક્ષ સહિત તમામ પક્ષોને મળેલાં ભંડોળની વિગતવાર માહિતી બહાર આવી છે. ભારતના ન્યાયતંત્ર સામે રાહુલ ગાંધી તો શું, અમેરિકામાં બેઠેલા એમના `ધનકુબેર' અને જગત જમાદાર પણ આંગળી ઊંચી કરી શકે એમ નથી. ચીંધી શકે એમ પણ નથી. અમેરિકાની ચૂંટણીમાં થતાં ભ્રષ્ટાચાર અને માનવ અધિકારના હનન આખી દુનિયાએ જોયા છે - હવે ભારતને શિખામણ આપવાની જરૂર નથી! અને આપે તો તેની પરવા ભારતને નથી એમ આપણે બતાવી આપ્યું છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ?! વિપક્ષો પહેલાં તો પોતાના લેવલ નક્કી કરે. અન્ય પક્ષો સાથેના `મતભેદ' હવે જગજાહેર છે. રામલીલા ગ્રાઉન્ડમાં મંચ ઉપરથી કેજરીવાલના જેલવાસનો ફોટો હટાવી લેવાયો અને બંને બંદીવાન મુખ્ય પ્રધાનોની ખુરસીઓ ખાલી રાખવામાં આવી, બતાવવામાં આવી. અયોધ્યામાં ભરત રામની પાદુકા મૂકીને પૂજા કરતા હતા - એવી ભાવના હતી? તૃણમૂલ કૉંગ્રેસના નેતા મંચ ઉપર બેઠા હતા અને કહે અમે મોરચામાં હતા, છીએ અને રહીશું... ત્યારે વખતે મમતાદીદી બંગાળની જાહેરસભામાં ભાષણ કરતા હતા કે માર્ક્સવાદી અને કૉંગ્રેસ બંને ભાજપ સાથે છે. સબ એક સાથ હૈં - ભરોસા નહીં હૈ!ઉદ્ધવ ઠાકરે તો વિશ્વાસ વ્યક્ત કર્યો - અબકી બાર મોદી તડીપાર... એમણે કહ્યું અબ કી બાર મિલી-જુલી સરકાર `નક્કી' પણ કૉંગ્રેસ પ્રમુખે તો સાફ કહ્યું હમ સાથ નહીં રહેંગે તો કુછ નહીં બચેગા... ચાલો, અત્યારે તો હમ સબ (?) કે સાથ હૈં! કૉંગ્રેસના - કામચલાઉ પ્રમુખના કાનમાં સોનિયાજી ફૂંક મારતાં હતાં ત્યારે કેમેરા જાણે સ્થિર થઈ ગયા... પક્ષના સુપ્રીમો સભામાં હાજર હોય ત્યારે કેજરીવાલના ફોટાની શી જરૂર?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang