• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અજય જાડેજા પાકિસ્તાન ટીમના કોચ બનવા તૈયાર !

નવી દિલ્હી, તા. 6 : ભારતની ધરતી પર તાજેતરમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ જાયન્ટ કિલર બનીને ઉભરી આવી હતી. અફઘાનિસ્તાને ત્રણ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડને હાર આપીને મોટા ઉલટફેર કર્યા હતા. અફઘાનિસ્તાનની આ સફળતા પાછળ એક ભારતીય પૂર્વ ક્રિકેટરનો પણ મહત્ત્વનો ભાગ હતો. અજય જાડેજા વર્લ્ડ કપ દરમિયાન અફઘાન ટીમના મેન્ટોરનાં રૂપમાં હતા. તેમના અનુભવનો સારો લાભ અફઘાન ટીમને મળ્યો હતો. હવે અજય જાડેજા પાકિસ્તાનની ટીમના કોચ બનવા તૈયાર છે. અજય જાડેજાને એક ઇન્ટરવ્યૂમાં એવો સવાલ થયો કે અફઘાનિસ્તાન બાદ શું આપ પાકિસ્તાન ટીમના કોચ બનવા તૈયાર છો. તો ભારતના આ પૂર્વે ખેલાડીએ કહ્યંy કે તૈયાર છું. અજય કહે છે કે એક સમયે પાક. ટીમ પણ અફઘાનિસ્તાન જેવી જ હતી. મેં વિશ્વ કપ દરમિયાન મારા અનુભવનો લાભ અફઘાન ખેલાડીઓને આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન અજય જાડેજાએ ભારતીય ટીમમાં ત્રણ-ત્રણ કપ્તાનની રણનીતિની પણ ટીકા કરી હતી. હાલ પાક. ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને કોચ તરીકે મોહમ્મદ હફીઝ છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang