• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

પાકિસ્તાનનો વિક્રમ તોડીને કિવી સામે ઐતિહાસિક વિજય

રાયપુર, તા. 23 : ટીમ ઈન્ડિયાનો શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે વિજય ઐતિહાસિક બની રહ્યો હતો. આજની જીત સાથે ભારતે 200થી વધુ રનનું લક્ષ્ય સૌથી ઓછા દડામાં આંબવાનો વિક્રમ રચ્યો હતો. પ્રવાસી ટીમ સામે પગ ખોડીને ઊભા રહેલા બેટધરોની બળૂકી બેટિંગના બળે ભારતીય ટીમે 209 રનનું વિશાળ લક્ષ્ય માત્ર ત્રણ વિકેટ ખોઈને માત્ર 15.2 ઓવરમાં જ પાર પાડી લીધું હતું. `સૂર્યસેના'28 દડા બાકી હતા, ત્યારે જ લક્ષ્યવેધ કરીને 34 દડા બાકી રાખીને જીતના પાકિસ્તાનના 2025ના વિક્રમને તોડી નાખ્યો હતો. સૂર્યકુમાર યાદવ (82) અને ઈશાન કિશન (76) આ વિક્રમસર્જક વિજયના શિલ્પી રહ્યા હતા. 

Panchang

dd