મોટી વિરાણી, (તા. નખત્રાણા) તા. 23 : ભુજ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા તાજેતરમાં જ્યુબિલી ગ્રાઉન્ડ
ભુજ ખાતે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટૂર્ના.માં કચ્છની કુલ
8 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો. ફાઇનલમાં ટાઈટન્શ ઈલેવને 41 રનથી વિજય મેળવી ટ્રોફી પર
કબજો જમાવ્યો હતો, જ્યારે વોરિયર્સ
ઈલેવન ઉપવિજેતા રહી હતી. સમાપન સમારંભ દરમિયાન
મુખ્ય મહેમાન તરીકે સમાજના અગ્રણી પ્રમુખ મુસાભાઈ, ઉપપ્રમુખ સાજીદભાઈ,
કારોબારી સભ્ય - ઓસમાન ગની, સાજીદભાઈ, સુફિયાન મુસ્તાક, સોકતભાઈ, સુફિયાનભાઈ
હાજર રહ્યા હતા. તેમણે ખેલાડીઓનું મનોબળ વધારતાં રમતગમત જીવનમાં શિસ્ત અને એકતાનું
મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે બેસ્ટ ફિલ્ડર નૌશાદ ખત્રી (તારિક ઈલેવન),
બેસ્ટ બોલર અકબર ખત્રી (વોરિયર્સ ઇલેવન), બેસ્ટ
બેટ્સમેન વસીમ ખત્રી (વોરિયર્સ ઇલેવન), મેન ઓફ ધ સિરીઝ ઈકરાફ
ખત્રી (ટાઈટન્સ ઇલેવન)ને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભુજ મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા ભવિષ્યમાં
પણ આવા રમતોત્સવોનું આયોજન કરવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું
હતું. સંચાલન વાહબ ખત્રી, આભારવિધિ સાજીદ ખત્રીએ કરી હતી.