• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

પાંચમી સ્ટેટ રેન્કિંગ ટી.ટી. ટૂર્ના.માં જયનીલની જીત

સુરત, તા. 6 : તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી `તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ'ની મેન્સની ફાઇનલમાં રાજકોટના જયનીલ મહેતાએ મોખરાનો ક્રમાંક ધરાવતા અમદાવાદના અભિલાષ રાવલને 4-1થી હરાવીને તેના વિજયી રથને અટકાવી દીધો હતો.  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રીક્ટના ઉપક્રમે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 650 ખેલાડીએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓમાં 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ તથા ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંડર-19 બોયઝની ફાઇનલમાં અરવલ્લીના ટોચના ખેલાડી જન્મેજય પટેલે સાત ગેમની  રોમાંચક મેચમાં અમદાવાદના ત્રીજા ક્રમના અભિલાક્ષ પટેલને 4-3થી  હરાવ્યા હતા. 

Panchang

dd