શેનઝોન (ચીન), તા. 6 : ભારતીય જુગલજોડી
સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ સુપર-750 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ડબલ્સનો
ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીનો ચીનના જી તિંગ અને રેન શિયાંગ
યૂની જોડી સામે રસાકસી બાદ 11-21, 21-13 અને 21-17થી શાનદાર
વિજય થયો હતો. અગાઉ સાત્વિક-ચિરાગ 2023 અને 202પમાં ચાઇના
માસ્ટર્સના ફાઇનલમાં પહોંચીને ખિતાબ ચૂકી ગયા હતા. ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતનાર આ
જોડી પહેલી ભારતીય છે. આ વખતે ફાઇનલમાં સાત્વિક-ચિરાગ પહેલી ગેમ હારી ગયા હતા. આ પછી
જોરદાર વાપસી કરીને ચીની દીવાલ તોડીને ખિતાબ કબજે કર્યો હતો. આ સીઝનમાં સાત્વિક-ચિરાગનો
આ બીજો બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ખિતાબ છે. આ વર્ષે આ પહેલા સિંગાપોર ઓપનમાં ચેમ્પિયન
થયા હતા. એકંદરે તેમનો આ 10મો વર્લ્ડ
ટૂર ખિતાબ છે.