• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

તુણામાં ખેડૂતની પત્નીના બેંક ખાતામાંથી 2.72 લાખ સેરવાયા

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના તુણા ગામમાં રહેનાર એક ખેડૂતના પત્નીના બેંક ખાતામાંથી અજાણ્યા સાયબર ગઠિયાઓએ કોઈ પણ પ્રકારના ઓટીપી વગર બારોબાર રૂા. 2,72,741 શેરવી લીધા હતા. કંડલા પોલીસ મથકે તુણા ગામના વાડી વિસ્તારમાં રહેતા સંજય શામજી વાઘમશી (આહીર)એ ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ખેડૂત ગત તા. 1/9ના સાંજે આદિપુર ખાતે કામ અર્થે ગયો હતો, ત્યારે તેમના પત્ની વંદનાબેનને ફોન કરી મારા બેંક ખાતામાંથી રૂા. 95,000 તથા રૂા. 5000 ઉપડી ગયા છે, તમે ઉપાડયા છે ? તેવું પૂછતાં ફરિયાદીએ ના પાડી હતી અને બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી ખાતું ફ્રીઝ કરવા જણાવ્યું હતું. બીજીબાજુ ફરિયાદ પોતે સાયબર હેલ્પલાઈન નંબર 1930માં ફરિયાદ કરી રહ્યો હતો, તેવામાં બીજા રૂા. 49,829, 6297 તથા 70,000 ઉપડી ગયાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ઘરે જઈને તપાસ કરતાં તે જ દિવસે પણ અન્ય પૈસા ઉપડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ કોઈ પણ ઓટીપી વગર આ મહિલાના બેંક ખાતામાંથી રૂા. 2,72,714 બારોબાર ઉપાડી લીધા હતા. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd