• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

જમીન રેકર્ડના બે ટોચના અધિકારી સસ્પેન્ડ

ગાંધીનગર, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : સરકારી તંત્રમાં અનિયમિતતા, ફરજમાં બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર ફરિયાદોને પગલે `ઓપરેશન ગંગાજળ' અંતર્ગત મહેસાણા અને ભાવનગર જિલ્લાના મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા જમીન રેકર્ડ તથા જમીન નોંધણી સંબંધિત કામગીરી કરતા વધુ બે ટોચના અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ખાતે જિલ્લા નિરીક્ષક જમીન દફતર તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી કે.એ. પંડયાને સસ્પેન્ડ કરી તેમની હાલની ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે મહેસાણા ખાતે અધિક્ષક જમીન દફતર તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારી બિકિશા પટેલ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. બંને અધિકારી સામે સસ્પેન્શન બાદ વિભાગીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. જો કે, હાલ ઉપલબ્ધ વિગતો મુજબ તેમની સામેના ચોક્કસ આક્ષેપો અથવા કઈ પ્રકારની ગેરરીતિના આધારે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે તેની સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી. 

Panchang

dd