• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

યુરોપનું ટોચનું ડીઝલ સપ્લાયર ભારત !

નવી દિલ્હી, તા. 6 : મધ્ય પૂર્વમાં ઘર્ષણથી દુનિયાભરમાં તેલ-ગેસની સપ્લાય ઉપર અસર પડી છે. અને ભારત પણ તેમાંથી બાકાત નથી. પણ સરકારના પ્લાન-બી હેઠળ આયાતના સ્થળમાં વિવિધતા અને દેશમાં ઉત્પાદન વધારવાના પગલાથી અસર ઓછી રહી છે. આટલું જ નહી ભારત બીજા દેશને પણ તેલ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વોર્ટેક્સાના આંકડાના હવાલાથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાની નિકાસમાં મંદી અને અમેરિકી શિપમેન્ટમાં કમજોરીના કારણે ભારત યૂરોપને ડીઝલ સપ્લાય કરનારો એક મુખ્ય દેશ બનીને ઉભર્યો છે. આંકડાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટમાં બાબ અલ મંદેબ સ્ટ્રેટ થઈને યૂરોપ જતા જહાજો ઉપર પહોંચેલા ડીઝલનો 60 ટકા હિસ્સો ભારતીય રિફાઈનરો દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. ગયા મહિને યૂરોપ જતા પ્રમુખ દરિયાઈ માર્ગથી લગભગ 2,00,000 બેરલ પ્રતિદિવસ ડીઝલની અવરજવર થઈ છે. ભારતના રિફાઈનરો પાસે વધારાની ક્ષમતા છે જેના કારણે ડીઝલ સપ્લાયમાં ભૂમિકા મોટી બની રહી છે. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઈનર છે. જેની સ્થાપિત ક્ષમતા 258.0 મિલિયન ટન પ્રતિવર્ષની છે. જે ઘરેલુ ઈંધણની માગથી વધારે છે. 2025-26માં ભારતે 61.5 મિલિયન ટન પેટ્રોલિયમ ઉત્પાદની નિકાસ કરી હતી. જેનાથી રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટસના વિશ્વમાં સૌથી મોટા નિકાસકારોમાંથી એક બન્યું છે. આ ઈંધણને હવે યૂરોપ અને રશિયામાં  બજાર મળી રહી છે.  ઓગસ્ટ 2026માં બાબ અલ મંદેબના રસ્તે અમેરિકાથી યુરોપ જતા ડીઝલ શિપમેન્ટમાં ભારે ઘટાડો આવ્યો છે. જ્યારે રશિયન ડીઝલ નિકાસ પણ નીચે આવ્યું છે. જે એક સમયે યૂરોપની આપૂર્તિનો મુખ્ય ત્રોત હતું. વોર્ટેક્સા અનુસાર ઓગસ્ટના પહેલા 25 દિવસમાં રશિયાની સમુદ્રી માર્ગે ડીઝલ નિકાસ માત્ર 1,50,000 બેરલ પ્રતિ દિવસ રહી હતી. જે ગયા વર્ષની તુલનાએ લગભગ 6,10,000 બેરલ ઓછું છે.  

Panchang

dd