• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

હેલિસને હરાવીને ઝ્વેરેવ ત્રીજા દોરમાં

ન્યૂયોર્ક, તા. 5 : યુએસ ઓપનમાં જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવને સતત બીજી મેચમાં સંઘર્ષ કરવો પડયો હતો. જો કે, તેણે ફ્રાન્સના ક્વેન્ટિન હેલિસને હરાવીને ત્રીજા દોરમાં પહોંચી ગયો છે, તો મૈડિસન કીજ નાઓમી ઓસાકા અને કોકો ગોફે જીત મેળવીને આગેકૂચ કરી હતી. દરમ્યાન, કેનેડાના ત્રીજા રમતવીર ફેલિક્સ આગર-એલિયાસિમ ટૂર્ના.ની શરૂઆતના ઊથલપાથલ ભર્યાં અઠવાડિયામાં શિકાર બન્યા હતા. ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઝ્વેરેવ ફરી એકવખત હારતાં હારતાં બચી ગયા હતા. અને હેલિસ સામે 6-4, 4-6, 7-6 (3), 6-7 (3), 6-3થી જીત મેળવી હતી. બીજી બાજુ અમાંડા અનિસિમોવાને ઓસ્ટ્રેલિયાની અનાસ્તાસિયા પોટાપોવાએ 6-2, 7-5થી હરાવી હતી. ઝ્વેરેવે કહ્યું હતું કે, તેમની ફિટનેસ તો સારી છે, પણ તેમના ફોર્મને લઈને પ્રશ્નો ઊઠી શકે છે. જીત્યા પછી ઝ્વેરેવે જણાવ્યું કે, હું શારીરિક રીતે ઠીક છું. હેલિસ સાથેનો મુકાબલો કરતી વખતે અને લોરેંજ સોનેગો વિરુદ્ધની શરૂઆત રમતમાં તથા એક મેરેથોન મેચ સહિત મેં કોર્ટ પર નવ કલાકથી વધુનો સમય આપ્યો હતો. વધુમાં તેણે કહ્યું હતું કે, ફોર્મ સારું ન હોવા છતાં જીતવું પણ એક કળા છે. ખાસ કરીને એ સમયમાં કે જ્યારે તમે ટેનિસમાં સારો દેખાવ નથી કરી રહ્યા. 

Panchang

dd