• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

દુલિપ ટ્રોફી ફાઈનલ : ઈસ્ટઝોનની પકડ

ચેન્નાઇ તા.6 : નોર્થ ઝોન વિરુદ્ધની દુલિપ ટ્રોફી ફાઇનલમાં કેપ્ટન ઇશાન કિશનની અણનમ સદીની મદદથી ઇસ્ટ ઝોને 4 વિકેટે 38પ રન કરી તેની સ્થિતિ મજબૂત કરી છે. પહેલા દિવસની રમતના અંતે ઇશાન કિશન કેપ્ટન ઈનિંગ રમીને 13પ દડામાં 14 ચોગ્ગા-1 છગ્ગાથી 111 રને અને કુમાર કુશાગ્ર 7પ દડામાં 4 ચોગ્ગા-પ છગ્ગાથી 63 રને અણનમ રહ્યા હતા. બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 144 રનની ભાગીદારી થઇ ચૂકી છે. નોર્થ ઝોનનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ ફાઇનલમાં પહેલા દિવસે વિકેટ વિહોણો રહ્યો હતો. ઇસ્ટ ઝોનની શરૂઆત સારી રહી હતી. વન્ડર બોય વૈભવ સૂર્યવંશી અને અભિમન્યૂ ઇશ્વરન વચ્ચે પહેલી વિકેટમાં 100 રનની ભાગીદારી થઇ હતી. વૈભવ 37 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 44 રને આઉટ થયો હતો. ઇશ્વરને 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત શિખર મોહને આકર્ષક 8પ રન કર્યાં હતા. નોર્થ ઝોનના કપ્તાન તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશી વચ્ચે મેદાન પર રોચક સ્લેજિંગની ઘટના પહેલા દિવસે ચર્ચિત બની રહી હતી. 

Panchang

dd