બિદડા, તા. 29 : શાળાકીય સ્પર્ધામાં અંડર-14 કેટેગરીમાં બિદડા પ્રાથમિક
ગ્રુપ શાળાની દીકરીઓ માંડવી તાલુકા કક્ષાએ ચેમ્પિયન બન્યા. જિલ્લા કક્ષાએ પણ વિજેતા
બની હતી. આ ગ્રુપ શાળાની સાત (7) ખેલાડી, બી. બી. એમ. હાઈસ્કૂલની એક અને મસ્કા શાળાની
ચાર દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને શાળા પરિવાર તથા એસએમસી પરીવારે
બિરદાવી હતી. કોચ - માકાણી કુંદનબેન દિનેશભાઇ અને મેનેજર - ટી.કે. ધોરિઆ હતા.