ગાંધીધામ, તા. 29 : ભચાઉમાં સગીરાને લલચાવી ફોસલાવીને
શખ્સે શારીરિક પજવણી કરી હોવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો
આપતાં જણાવ્યું હતું કે, આરોપી રમજુ
સુલેમાન ભટ્ટીએ 16 વર્ષીય કિશોરીને લલચાવીને ફોસલાવીને
રેલવે પાટા પાસે બાવળની ઝાડીઓમાં લઈ જઈને બળજબરીપૂર્વક
શરીર સંબંધ બાંધીને હીન કૃત્યને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ ભચાઉ પોલીસે ગણતરીના કલાકમાં
આરોપી રમજુ ભટ્ટીને ઝડપી પાડયો હતો.