ભુજ, તા. 29 : અહીંના નિવૃત્ત વડીલની ઘરની
ઓફિસમાંથી સમાઘોઘાના માથાભારે શખ્સે ધાકધમકી સાથે રૂા.3.25 લાખનો ચેક લૂંટી રોકડા રૂા.1.50 લાખ લઈ જતાં ઉચ્ચકક્ષાએ રજૂઆત
કરાઈ છે. ભુજની નૂતન સોસાયટીમાં રહેતા નિવૃત્ત મહેસૂલી કર્મચારી 77 વર્ષીય કાનજી એ. મહેશ્વરીએ
રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉચ્ચ
પોલીસ અધિકારીઓને લેખિતમાં કરેલી રજૂઆત મુજબ તેમના ઘરની ઓફિસમાં સમાઘોઘાનો (નામજોગ)
શખ્સ આવી મારી નાખવાની ધમકી આપી તેમનો આઈસીઆઈસીઆઈ બેન્ક મુંદરા શાખાનો રૂા. 3,25,000નો ચેક લૂંટી, રોકડા રૂા.1,50,000 લઈ જઈ એમ કુલ્લે રૂા.4,75,000 પડાવી લીધા છે. આ અંગે ધોરણસરની
કાર્યવાહી કરવા લેખિત પત્રમાં કાનજીભાઈએ રજૂઆત કરી છે.