નવી દિલ્હી, તા. 29 : જાણીતા રેસલર
અને ડબલ્યુડબલ્યુઈ સ્ટાર ધ ગ્રેટ ખલીની કારનો આજે અકસ્માત થયો હતો. આ ઘટના પાણિપત ટોલ
પ્લાઝા પાસે બની હતી. ખલીનો આબાદ બચાવ થયો હતો. ખલી પંજાબથી સોનીપત જઈ રહ્યો હતો અને
વખતે તેની કાર અકસ્માતગ્રસ્ત બની હતી. તેને કોઈ ગંભીર ઈજા પહોંચી હોવાની જાણકારી સામે
આવી નથી. અકસ્માતમાં તેની ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના કયા કારણસર બની
તે પણ હજુ સામે આવ્યું નથી.