• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

મહિલા એશિયા કપ : આજે થાઈલેન્ડ સામે ભારતની મેચ

નવી દિલ્હી, તા. 29 : ભારતીય ટીમ થાઈલેન્ડ સામેના મુકાબલા સાથે મહિલા એશિયા કપ 2026નો આરંભ કરશે. 20-20 ઓવરનો આ મેચ રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ટીમ જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઈચ્છશે. થાઈલેન્ડની ટીમ ભારત સામે અત્યારસુધીમાં કોઈપણ મેચ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે કુલ ત્રણ વખત ટક્કર થઈ છે. મેચમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે. બન્નેની કોશિશ ભારતને ઝડપી શરૂઆત અપાવવાની રહેશે. જ્યારે નંબર ત્રણ ઉપર પ્રતિકા રાવલ ઉતરી શકે છે. હરમનપ્રીત ચોથા અને વિકેટકીપર ઋચા ઘોષ પાંચમા ક્રમાંકે બેટિંગ કરે તેવી શક્યતા છે. ત્યારબાદ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા એક્શનમાં જોવા મળશે. બોલિંગની કમાન અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને ક્રાંતિ ગોડને સોંપવામાં આવી શકે છે.

Panchang

dd