ભુજ, તા. 29 : મુંદરા અને ઝરપરા સીમમાં જાહેરમાં
જ્યારે મોટી ભુજપુરમાં ઘરમાં જુગાર રમતા કુલ મળીને 14 ખેલીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. આજે મધ્યરાતે મુંદરાના
ઘનશ્યામનગરમાં કીર્તિકુમાર ધનજીભાઇ માંડવિયાના ઘરના આંગણામાં જાહેરમાં ગંજીપાના વડે
જુગાર રમતા કીર્તિકુમાર ઉપરાંત નયન શામજીભાઇ ખારવા,
અંકિત હીરાભાઇ જોશી, મેહુલકુમાર સોમાભાઇ જોશી,
મનુભાઇ રામેશ્વરભાઇ જોશી (રહે. તમામ મુંદરા) અને રાહુલભાઇ ભાણાભાઇ આહીર
ઢીલા (ગુંદાલા)ને રોકડા રૂા. 89,860ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી
હતી. જ્યારે મુંદરાના ઝરપરા સીમમાં નાગમતી નદીના કિનારે બાવળોની ઝાડીમાં ગઇકાલે રાતે
ગંજીપાના વડે જુગાર રમતા કાનજી નારણભાઇ ગીલવા (ગઢવી) (રહે. વગડિયા વાડીવિસ્તાર, ઝરપરા), રાધુ રવા ચાવડા
(રહે. દેશલપર-કંઠી) અને સામરા વિશ્રામ વેજાણી (ગઢવી) (રહે. ઝબલપુર વાડીવિસ્તાર)ને રોકડા
રૂા. 30,000ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોટી ભુજપુરમાં આજે રાતે ઘરમાં તીનપત્તીનો
જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 19,160ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી જુગાર અડ્ડાની કલમ તળે
ગુનો દર્જ કરી કાર્યવાહી કરી હતી.