• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ગાવસ્કરની વર્લ્ડકપ ટીમમાં વિરાટ-રોહિત સામેલ

નવી દિલ્હી, તા. પ : વન ડે વર્લ્ડ કપ-2027 માટે ભારતીય ટીમના કોમ્બિનેશન પર હાલ ચર્ચા તીવ્ર છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ બેટધર સુનિલ ગાવસ્કરે વન ડે વર્લ્ડ કપ-2027ની 1પ ખેલાડીની ભારતીય ટીમ પસંદ કરીને જાહેર કરી છે. જેમાં તેણે બે સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કર્યા છે. ગાવસ્કરે કહ્યું છે કે યશસ્વી જયસ્વાલ પણ વિશ્વ કપ ટીમમાં સામેલ થવાનો હકદાર છે, પણ મેં તેના સ્થાને અનુભવી રોહિત શર્માને પસંદ કર્યો છે. જે કપ્તાન શુભમન ગિલ સાથે ભારતના દાવનો પ્રારંભ કરવા વધુ સક્ષમ છે.  ગાવસ્કરે જાહેર કરેલી 1પ ખેલાડીની ટીમમાં મોટું આશ્ચર્ય ત્રણ સ્પિનરો સમાવેશ છે. જેમાં કુલદીપ યાદવ એકમાત્ર શદ્ધ સ્પિનર છે. જયારે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યાં છે. ગાવસ્કરે જૂના બોલર મોહમ્મદ શમી કે ભુવનેશ્વર પર ભરોસો મુક્યો નથી.

ગાવસ્કરની વર્લ્ડ કપ ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, ઇશાન કિશન (વિકેટકીપર) અને નીતિશકુમાર રેડ્ડી.

Panchang

dd