ચેન્નાઇ, તા. 27 : દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીનો મેદાન પર
વાપસીનો ઈંતઝાર વધી રહ્યો છે. આઇપીએલની 19મી સીઝનમાં હજુ સુધી ધોની
સીએસકે ઇલેવનમાં સામેલ થયો નથી. ધોનીને પ્રી-સીઝન અગાઉના અભ્યાસ મેચમાં પેનીની ઇજા
થઇ હતી. જેમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. શરૂઆતમાં તે એક-બે મેચ ગુમાવશે તેવું
જાહેર થયું હતું, પછી એક-બે સપ્તાહની વાત આવી
હતી. હવે આઇપીએલનો એક હાફ સમાપ્ત થઇ ચૂક્યો છે, પણ ચાહકોને
મેદાનમાં ધોનીની ઝલક જોવા મળી નથી. સીએસકે
ટીમને રવિવારની મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 8 વિકેટે
કારમી હાર મળી હતી. આ મેચ પછી હેડ કોચ સ્ટીફન ફલેમિંગે ધોનીની ફિટનેસ પર વાત કરી
હતી.