ભુજ, તા. 27 : મુંદરામાં ગઇકાલે અકસ્માતમાં 35થી
40 વર્ષના
અજાણ્યા યુવાનનું મોત થયું હતું. આ અંગે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ
ગઇકાલે સાંજે 4:30 વાગ્યા
પહેલાં શાંતિવન કોલોનીથી આગળ જતાં પ્ર્રાગપર તરફ એચ.પી. પેટ્રોલ પંપની સામે પડેલા
અજાણ્યા 35થી
40 વર્ષના
યુવાનની લાશ 112 જનરક્ષક
વાહન દ્વારા મુંદરાના સીએચસી ખાતે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
લાશને પ્રાથમિક રીતે જોતાં અકસ્માતમાં શરીરે ઇજાઓ હતી. મુંદરા પોલીસે હાલ અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી આ અજાણ્યા શખ્સની ઓળખ જાણવા છાનબીન આદરી છે.