• મંગળવાર, 28 એપ્રિલ, 2026

કોટડા (થ.)થી ભડલી માર્ગના નવીનીકરણથી ખુશી ફેલાઈ

નખત્રાણા, તા. 27 : તાલુકાના યોગી ભીખારીનાથના સ્થાનકે જતાં ભડલી ગામથી કોટડા-થરાવડાના બે કિ.મી. માર્ગનું નવીનીકરણ થતાં લાંબા સમયની સમસ્યાનું નિવારણ આવતાં લોકો તથા વાહનચાલકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના રસ્તા કામ રૂા. 85 લાખના ખર્ચે પૂર્ણ થયેલા રસ્તાકામ માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરાતાં  ટૂંક સમયમાં કામ પૂર્ણ થયું છે તેવું કા.પા. ઈજનેર એ.એમ. ટોપીવાલા તથા મ.કા.પા. ઈજનેર દિલેર સિદીએ જણાવ્યું હતું. લોકોએ રાજ્ય સરકાર તથા ધારાસભ્ય પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો તેવું કોટડાના અગ્રણી આઈદાન ગઢવીએ જણાવ્યું હતું.

Panchang

dd