• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સુપર ઓવરમાં પૂરનને ઉતારવાના નિર્ણયનો લખનઉના કોચ લેંગરે બચાવ કર્યો

લખનઉ, તા. 27 : લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગરે સુપર ઓવરમાં આઉટ ઓફ ફોર્મ નિકોલસ પૂરનને ઉતારવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. પૂરન આ સીઝનમાં 8 મેચમાં ફક્ત 88 રન કરી શક્યો છે. સુપર ઓવરમાં કેકેઆર સ્પિનર સુનિલ નારાયણના પહેલા જ દડે પૂરન ક્લીન બોલ્ડ થયો હતો. મેચ બાદ આ વિશે કોચ લેંગરને સવાલ થયો હતો. જેના પર લેંગરે કહ્યું અમને ખબર હતી નારાયણ સુપર ઓવરમાં બોલિંગ કરશે. આથી અમે પૂરનને બેટિંગમાં મોકલવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે નારાયણની બોલિંગને સારી રીતે જાણતો હતો. બધાને ખબર છે કે ટી-20 ફોર્મેટમાં નિકોલસ પૂરન શ્રેષ્ઠ ફિનિશર છે.

Panchang

dd