નવી
દિલ્હી,
તા. 27 : વન્ડર બોય વૈભવ સૂર્યવંશી 1પ
વર્ષની વયે આઇપીએલમાં તેના બેટથી ધૂમ મચાવી રહ્યો છે. તે વિશ્વના ભલભલા બોલર સામે
હલ્લાબોલ કરી આતશી ઈનિંગ રમી રહ્યો છે. તેના બેટમાંથી છક્કાઓનો વરસાદ થઇ રહ્યો છે.
હાલ જ વૈભવે આઈપીએલ કેરિયરની બીજી સદી 12 છક્કાથી 36 દડામાં
સનરાઇઝર્સ વિરુદ્ધ બનાવી હતી. જે આઇપીએલ ઈતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી હતી. તેણે
ગયા વર્ષે ટાઈટન્સ સામે 3પ દડામાં સદી કરી હતી. વૈભવ સૂર્યવંશીના
અભૂતપૂર્વ આતશી બેટિંગ પાડોશી દેશ પાકિસ્તાનને હજમ થઇ રહી નથી. પાક.ના ક્રિકેટ
વિશેષજ્ઞ નૌમાન નિયાઝે એવો બફાટ કર્યો છે કે વૈભવના બેટમાં એઆઇ ચિપ છે. તેણે કહ્યું
આ હજુ બચ્ચા છે. તેનું બેટ ચેક કરો. જે રીતે ડોપ ટેસ્ટ થતાં હોય છે. તેના બેટને
લેબમાં મોકલો. તે પોતાના બેટમાં એઆઇ ચિપનો ઉપયોગ કરી રહ્યો છે. તેનું બેટ અસલી
નથી. નિયાઝ કહે છે જયારે તમે 18 વર્ષના થાવ ત્યારે જ મસલ્સ બને છે. બાઇસેપ્સ અને
ટ્રાયસેપ્સ. આ તો 16 વર્ષનો છે. તે જ્યારે પેદા થયો ત્યારે વિરાટ
કોહલી વર્લ્ડ ચેમ્પિયન હતો. વૈભવ સૂર્યવંશી આઇપીએલની વર્તમાન સીઝનમાં 8 મેચમાં
234.87ની
સ્ટ્રાઇક રેટથી 3પ7 રન કરી ચૂક્યો છે. જે 1 સદી
અને 2 અર્ધસદી
છે.