ગાંધીધામ, તા. 27 : આડેસર ચેકપોસ્ટ ખાતે પોલીસે બે ટ્રક રોકાવી
તેમાંથી 331 અબોલ
જીવોને બચાવી લઇ રાપર મોકલી આપ્યા હતા. કાર્યવાહી દરમ્યાન ત્રણ શખ્સોને પકડી
પાડવામાં આવ્યા હતા. આડેસર ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહન તપાસમાં હતી દરમ્યાન ટ્રક નંબર
જી.જે.-24-એક્સ.-3514, જી.જે.
-24-ઝેડ.-7962 આવતાં
બંનેને રોકાવાઇ હતી. આ વાહનોમાં 331 ઘેટાં-બકરાં ખીચોખીચ ઘાસચારાની વ્યવસ્થા વગર
ભરવામાં આવ્યા હતા, જે અંગે પરિવહન સહિતની પરવાનગી
માગતાં તે આપી ન શકતાં રહીમશા જુસબશા ફકીર, શૈલેશ વાલા રાવળ,
સુમરા હમીર મદારીને પકડી લેવાયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી અબોલ
જીવ મુક્ત કરાવી જીવદયા મંડળ રાપર ખાતે મોકલી દેવાયા હતા. આ કાર્યવાહીમાં જુલાબ
સકુ મદારી, રાણા ભીખા મદારી, અલ્તાફખાન
બલોચ, લાલમામદ ભાઇખાન બલોચ, અમીનશા,
મુસ્તાક, ફકીરમામદ, હુશેનશા,
ઉમરશાના નામ બહાર આવતાં તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે
હાથ ધરી છે.