• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ભારતીય કંપનીને મળ્યો ક્રૂડનો ભંડાર

નવી દિલ્હી, તા. 27 : ભારત સરકારની કંપનીને વિદેશમાં એક મોટી સફળતા મળી છે. મહારત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડને તેલ અને ગેસનો નવો ખજાનો મળ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. આ ભંડાર એવા સમયે કંપનીના હાથે લાગ્યો છે જ્યારે અમેરિકા ઈરાન વચ્ચે તનાવના કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ પેદા થયું છે. યુદ્ધ વચ્ચે તેલની કિંમત સતત વધી રહી છે. હજી પણ બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની ઉપર પહોંચેલું છે અને સોમવારે પણ તેજી જોવા મળી હતી. ભારતીય કંપનીએ જાણકારીમાં કહ્યું છે કે, લીબિયાના એક વિસ્તાર 95-96 બ્લોકમાં તેલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ શોધ કંપનીના ઓવરસિઝ એટલે કે વિદેશી એક્સપ્લોરેશન પોર્ટફોલિયો માટે ખાસ માનવામાં આવે છે. કંપનીએ શેર બજારને કહ્યું હતું કે ઓઇલ ઇન્ડિયાની આ પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સેદારી છે. કંપની એક ભારતીય કન્સોર્ટિયમનો હિસ્સો છે, જેમાં આઇઓસીએલ પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર તેલ અને ગેસનો ભંડાર ધરાવતો બ્લોક લીબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં છે અને ઘડામેસ બેસિન નામથી ખૂબ જ સંભાવનાશીલ ક્ષેત્રમાં આવે છે. પૂરા બ્લોકનો વિસ્તાર અંદાજિત 6630 વર્ગ કિમી જેટલો છે. આ બ્લોકનું ઓપરેશન સિપેક્સ નામની કંપની કરી રહી છે. જેમાં કુલ 8 કૂવા ખોદવાની યોજના છે. પાંચ કુવાનું ડ્રિલિંગ પહેલા જ થઈ ચૂક્યું છે. જેમાં 2012થી 2014 વચ્ચે ચાર કૂવામાં તેલ અને ગેસ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, લીબિયાની નેશનલ ઓઇલ કોર્પોરેશન એટલે કે એનઓસીએ કૂવાના બ્લોકને પાંચમી શોધના રૂપમાં ઔપચારિક માન્યતા આપી દીધી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં હાઇડ્રોકાર્બનની મજબૂત સંભાવના છે. હવે શોધનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવશે. બાદમાં તેની ક્ષમતા અંગે જાણકારી મેળવવામાં આવશે.

Panchang

dd