લખનઉ, તા. 27 : ગઇકાલની લખનઉ સામેની રોમાંચક મેચમાં
બેટિંગ-ફિલ્ડિંગથી શાનદાર દેખાવ કરી કેકેઆરને વિજય અપાવનાર રિંકુ સિંહ પ્લેયર ઓફ ધ
મેચ બન્યો હતો. મેચ બાદ સવાલ થયો કે આપનું નામ સંકટમોચક રિંકુ સિંહ રાખી દેવું
જોઇએ ત્યારે રિંકુએ હસતા હસતા કહ્યું ફકત રિંકુ જ બરાબર છે. રિંકુએ કહ્યું હું
ક્રિઝ પર આવ્યો ત્યારે 4 વિકેટ પડી ગઈ હતી. આથી મેં છેલ્લે સુધી ટકી
રહેવાની યોજના બનાવી હતી. મારું ધ્યાન વિકેટ બચાવી રાખવી અને ખરાબ બોલ પર
બાઉન્ડ્રી ફટકારવા પર હતી. આ મેચમાં રિંકુએ 83 રનની ઇનિંગ રમી હતી અને 4 શાનદાર
કેચ લીધા હતા. સુપર ઓવરમાં પણ માર્કરમનો કેચ બાઉન્ડ્રી લાઇન પર પોવેલે કરી લીધો
હતો અને લાઇન ક્રોસ થતાં અગાઉ રિંકુ તરફ દડો ફેંકી દીધો હતો. જે સમયસૂચકતાથી
રિંકુએ ઝડપી લીધો હતો.