• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સહમતીથી સંતાન; તો દુષ્કર્મ કેમ ?

નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે લગ્ન વિના સાથે રહેતા કપલ ઉપર મહત્ત્વની ટિપ્પણી કરી છે. અદાલતના કહેવા પ્રમાણે સંબંધ સહમતીથી બને અને પછી બન્ને અલગ થાય તો તેને બળાત્કાર માની શકાય નહીં. મામલામાં મહિલાએ પોતાના લિવ ઇન પાર્ટનર ઉપર લગ્નનું વચન આપીને બળાત્કાર આચર્યાનો આરોપ મૂક્યો હતો. બન્ને લાંબા સમયથી સાથે રહેતા હતા અને એક બાળક પણ છે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે મહિલા લગ્ન પહેલાં આરોપી સાથે કેમ રહેવા લાગી હતી ? આ મામલો સુપ્રીમ કોર્ટના એકમાત્ર જજ બી વી નાગરત્નાની બેંચ સમક્ષ આવ્યો હતો. અરજકર્તા તરફથી વકીલે દલીલ કરી હતી કે મહિલા 18 વર્ષની ઉંમરે વિધવા થઈ હતી. પછી આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ તેને લગ્નનું વચન આપતા સાથે રહેવા લાગ્યા હતા. બાદમાં સામે આવ્યું હતું કે આરોપી પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો છે. જે માહિતી મહિલાને આપવામાં આવી નહોતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ સવાલ કર્યો હતો કે મહિલા લગ્ન પહેલા જ કેમ સાથે રહેવા લાગી હતી. આવી લિવ ઇન રિલેશનશિપના મામલામાં પરિસ્થિતિને સમજવી ખૂબ જરૂરી બને છે. જસ્ટિસે કહ્યું તું કે બન્ને લગ્ન કરી શકતા હતા. જેમાં અરજકર્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે આરોપીએ પહેલાથી લગ્ન થયા છે તે છુપાવી રાખ્યું હતું. તેવામાં અદાલતે કહ્યું હતું કે તો બાળક પેદા કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે, જો સંબંધ સહમતીથી બન્યો અને લાંબો સમય સાથે રહ્યા છે તો પછી અપરાધિક મામલો બની શકતો નથી.

Panchang

dd