• મંગળવાર, 28 એપ્રિલ, 2026

મધ્યપ્રદેશમાં સરહદ ડેરી દ્વારા પહાડીખેડા દૂધ ક્લસ્ટર દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ

ગાંધીધામ, તા. 27 : મધ્યપ્રદેશના પન્ના તાલુકામાં અહીંની સરહદ ડેરી સંયોજિત પહાડીખેડા ક્લસ્ટર દૂધ શીત કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા પન્ના વિદ્યાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બીજેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ડેરી ઉદ્યોગ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સરહદ ડેરી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. પશુપાલકોએ કૃત્રિમ બીજદાન  જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવા તેમણે અનુરોધ કર્યો હતો. પહાડીખેડા સાથે જોડાયેલી 17 સમિતિ દ્વારા દૂધ સંગ્રહ કરવામાં આવશે, જેમાં 950 લિટર દૂધ એકત્રિત થયુ હતું. ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે પશુપાલકો અને સમિતિઓએ સરહદ ડેરી દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દરેક પશુપાલકોને તેના દૂધનો યોગ્ય ભાવ મળે અને તેની ડેરી સંબંધિત તમામ જરૂરી સુવિધાઓ સરળતા મળી રહે તે જ મારું લક્ષ્યાંક છે.

Panchang

dd