બેનોની, તા. 27 : કેપ્ટન લોરા વુલફાર્ટની 92 રનની
શાનદાર ઇનિંગની મદદથી ભારત સામેના અંતિમ ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકા મહિલા
ટીમનો 23 રને
સરળ વિજય થયો હતો. આથી આફ્રિકાએ 4-1થી શ્રેણી કબજે કરી હતી. આફ્રિકા મહિલા ટીમના 6 વિકેટે
1પપ
રનના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન
સુધી જ પહોંચી શકી હતી. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ લોરા વુલફાર્ટે આજના મેચમાં પ6 દડામાં
11 ચોક્કા
અને 2 છક્કાથી
અણનમ 92 રન
કર્યાં હતા. આ સિવાય સૂન લુસે 23 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં પ4 દડામાં
7પ
રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રી
ચારણી અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. 1પ6 રનના
વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ ભારતીય મહિલા ટીમ તરફથી ટોચના બેટર્સની નિષ્ફળતા
વચ્ચે નવોદિત ભારતી ફૂલમાલીએ 30 દડામાં 40 રનની, કપ્તાન હરમનપ્રિત કૌરે 22 અને ઋચા ઘોષે 2પ
રન કર્યાં હતા. શેફાલી 4, અનુષ્કા 17, જેમિમા 1, શેફાલી
8 રન
કરી શકી હતી. આફ્રિકા તરફથી મલાબા અને નડીને 2-2 વિકેટ લીધી હતી.