ચેન્નાઇ, તા.13: શાનદાર
જીતથી ઉત્સાહિત ચેન્નાઇ સુપર કિંગ્સ મંગળવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ
વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ચેપોક પર દબદબો બનાવવાની કોશિશ કરશે. ચેપોક સ્ટેડિયમ
સીએસક ટીમનો ગઢ છે. બીજી તરફ કેકેઆર ટીમે વર્તમાન સીઝનમાં હજુ સુધી જીતનો સ્વાદ
ચાખ્યો નથી. તેના ખાતામાં 1 અંક છે. સીએસકે ટીમનો નવો નાયક
સંજૂ સેમસન ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે દિલ્હી સામે પ6 દડામાં 11પ રનની
અણનમ ઈનિંગ રમી હતી. ડેવાલ્ડ બ્રેવિસ પણ પુનરાગમન કરી ચૂક્યો છે. સીએસકેના બોલર્સે
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 212 રનના સ્કોરનો બચાવ કર્યો હતો. ઝડપી
બોલર ગુરજનપ્રિત સિંધે આઇપીએલ પદાર્પણ સાથે પ્રભાવિત કર્યાં હતા જ્યારે જેમી ઓવરને
4 વિકેટ
લીધી હતી. કેકેઆર સામે મેચમાં પણ એમએસ ધોનીની વાપસી વિશે કોઇ સંકેત મળ્યા નથી. આથી
આ મેચનો પણ ધોની હિસ્સો લગભગ હશે નહીં. બીજી તરફ કેકેઆર લખનઉ વિરાદ્ધ જીતની નજીક પહોંચી ગઇ હતી, પણ મુકુંદ ચૌધરીએ ડેથ
ઓવર્સમાં શાનદાર ફટકાબાજી કરીને કેકેઆરના હાથમાંથી જીત છીનવી લીધી હતી. કેકેઆરની
નબળાઇ તેની બોલિંગ લાઇન અપ છે. સીએસકે સામે વરુણ ચક્રવર્તીની વાપસી થઇ શકે છે.
ટીમને કપ્તાન રહાણે, સિફર્ટ, રઘુવંશી,
ગ્રીન, રિંકુ સિંહ, અને
પોવેલ પાસેથી આક્રમક બેટિંગની આશા રહેશે.